કચ્છ/ અંજારની કીમો સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ આગ: 4 કામદારો જીવતાં ભડથું, 6થી 7 લોકોની હાલત ખુબ જ ગંભીર- જુઓ વિડીયો

Chemo Steel Factory Blast: અંજાર વિસ્તારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. સ્ટીલ કંપની( Chemo Steel Factory Blast )ની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યાં હતા. અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી.લોકો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા.

4 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત
કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્ટીલ પિગળાવતી વખતે ઘટના બની હતી. મજદુરોના શરીરમાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી સાત જણાને આદિપુર ડિવાઇન લાઇફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 4ની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. જેમાંથી એકનું સારવાર નિવડે તે પહેલાં જ રસ્તામાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય 4 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.આજે 16 જાન્યુઆરીએ મળી રહેલા સમાચાર મુજબ સારવાર હેઠળ રહેલા ચોથા કામદારનું મોત થતા આ ઘટનામાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે.

સેફ્ટીના અભાવના કારણે સર્જાઈ દુર્ઘટના
એક મજૂરે જીવ બચાવવા કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી. મોડી રાત સુધી આગ ઠારવા પ્રયાસો થયા હતાં. ફાયર વિભાગની ટીમ કાબૂ મેળવ્યો હતો કંપનીઓમા સેફ્ટીના અભાવના કારણે આવી ઘટના બની જોવાં મળે છે તેવી ફરિયાદ છે.

ગત મોડી રાત્રે બની હતી ઘટના
ગત રોજ મોડી રાત્રીનાં સુમારે કચ્છનાં અંજાર વિસ્તારમાં આવેલ કેમો સ્ટીલ કંપનીમાં મોડી રાત્રીનાં સુમારે મોટી દુર્ઘટનાં સર્જાવા પામી હતી. જેમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ત્યારે અચાનક જ ભઠ્ઠી ઉભરાઈ જતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કામદારોને તાત્કાલિક અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચી
કચ્છના અંજારના બૂઢારમોરામાં આવેલ KEMO Steel કંપનીમાં દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તરફ ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.