છેલ્લી કક્ષાની ટીમે વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડને 85 રનમાં કર્યું ઘરભેગતુ. જાણો વિગતે

ટોસ જીતીને બેટિંગ પસંદ કરનાર ઇંગ્લેન્ડની ટીમ 23.4 ઓવરમાં ઓલઆઉટ, 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ.

  • આયર્લેન્ડ માટે ટિમ મુરતગે 9 ઓવરમાં 13 રન આપીને 5 વિકેટ લીધી, લોર્ડ્સ ખાતે 5 વિકેટ લેનાર બોલર્સમાં સૌથી ઈકોનોમિકલ સ્પેલ.
  • ઘરઆંગણે  ઇંગ્લેન્ડની આ સૌથી ટૂંકી ઇનિંગ્સ, 10 દિવસ પહેલા આ જ ગ્રાઉન્ડ ઉપર વર્લ્ડકપ જીત્યો હતો.

આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં લોર્ડ્સ ખાતે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ તેમની શરૂઆત સારી ન રહી હતી. જેસન રોય ડેબ્યુ પર 5 રનમાં આઉટ થયો હતો. તેના પછી જોઈ ડેનલી અને રોરી બર્નસે બીજી વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી. જોકે 36 રને બીજી વિકેટ ગુમાવ્યા પછી ઇંગ્લેન્ડનો ધબડકો થયો હતો. અને 7 રનના સ્કોરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. 43 રનમાં 7 વિકેટ. તે પછી સેમ કરને 18 અને ઓલી સ્ટોને 19 કરીને ટીમનો સ્કોર 85 સુધી પહોંચાડ્યો હતો. આયર્લેન્ડ માટે ટિમ મુરતગે 5 વિકેટ, માર્ક એડેરે 3 વિકેટ અને બોય્ડ રેંકીંએ 2 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડની સૌથી ટૂંકી ઇનિંગ્સ:

  • 15.4 ઓવર vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 1902
  • 19.1 ઓવર vs વેસ્ટ ઇન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન 1994
  • 20.4 ઓવર vs કિવિઝ, ઓકલેન્ડ 2018
  • 22.5 ઓવર vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 1904
  • 23.4 ઓવર vs આયર્લેન્ડ, લોર્ડ્સ 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *