ઓમિક્રોનથી 10 ગણો વધુ ખતરનાક વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી- નોંધાયો પહેલો કેસ

ગુજરાત(Gujarat)ના લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના(Corona)ના નવા વેરિએન્ટની XE(XE Variant)ની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા(Vadodara) શહેરનાના ગોત્રી વિસ્તારમાં એક પુરૂષ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારાદર્દી અંગે વધુ તપાસ હાથ ઘરવામાં આવી રહી છે. તે ઉપરાંત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ તપાસ કરવામાં અવી રહી છે.

વિશ્વમાં એવા અનેક દેશ છે જ્યાં મોટા પ્રમાણની વસ્તીને બુસ્ટર ડૉઝ પણ આપી દેવામાં આવ્યો છે, ત્યાં પણ કોરોનાનો આ XE વેરિયન્ટ લોકોને શિકાર બનાવી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં આ નવા વેરિયન્ટના બીજા કેસો સામે આવે તો નવાઈ નહી. કારણ કે, કોરોનાનો આ નવો પ્રકાર ખુબ જ સંક્રમણ ફેલાવી શકે છે.

જાણો XE વેરિઅન્ટના લક્ષણો શું છે?
આ વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરા, પેટમાં ગડબડ વગેરેનો સમાવેશ થઈ શકે છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 600 કેસ નોંધાય ચુક્યા છે.

શું XE વેરિઅન્ટ ખૂબ જ સંક્રમિત છે?
હાલ સુધીમાં એવા કોઈ પુરાવા નથી કે XE વેરિઅન્ટ વધુ ગંભીર છે. તે ઓમિક્રોનના પેટા વેરિયન્ટ્સથી બનેલું છે. અત્યાર સુધી ઓમિક્રોનના તમામ વેરિઅન્ટો ઓછા ખતરનાક દેખાતા હતા.

ભારત માટે કેટલું ખતરનાક:
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, XE વેરિઅન્ટની અસર ડેલ્ટા જેટલી ભયંકર નહીં હોય, કારણ કે દેશમાં મોટી વસ્તીને રસી આપવામાં આવી છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, હજુ સુધી એવા કોઈ સંકેતો નથી કે આ વેરિઅન્ટ નવી લહેર લાવી શકે. પરંતુ માસ્ક સહિત કોરોનાથી બચવાના તમામ પગલાં ચાલુ રાખવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *