ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી રાજકારણ ની ગલીઓમાં પ્રવેશેલા અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનો બદલીને જે રીતે રાજનીતિ કરી છે, ત્યારથી ચર્ચાઓમાં રહેલ છે. કોઇ પણ પક્ષમાં જાય ત્યાં જઈને પોતાના કદને વધારવા માટે બ્લેકમેલિંગ કરવા માટે પંકાયેલા અલ્પેશ ઠાકોર ભાજપ પ્રવેશ બાદ કદાચ ઠંડો પડી જશે તેવા વહેમમાં રહેલા ભાજપ મોવડી મંડળને અલ્પેશ ચિંતામાં મૂકી દે તેવુ નિવેદન આપ્યું છે.
અલ્પેશ ઠાકોર પોતાના વિધાનસભા ક્ષેત્રમાં જ ફરીથી ચૂંટણી લડવા માંગે છે, પરંતુ તે વિધાનસભા આ બેઠક પર ભાજપ પૂર્વ મંત્રી શંકર ચૌધરીને લડાવવા ઈચ્છી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરી ગત વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા અને તેમની રાજનીતિ કારકિર્દી પાટા પરથી ઉતરી ગઈ હતી.
અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ભાજપમાં પટેલ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. તેવા અહેવાલો સતત સામે આવતા રહ્યા છે સાથે સાથે ઉત્તર ગુજરાતના ઘણા નેતાઓને પણ અલ્પેશ ઠાકોર સામે વાંધો છે. આ વિરોધ સ્વાભાવિક છે કારણ કે અલપેશ ઠાકોર શરૂઆતથી જ હાર્દિક પટેલ માફક ભાજપ પર માછલા ધોવાનું બાકી છોડ્યું ન હતું. પરંતુ અટલ વિચારધારાથી સાઈડ માં ચાલતી હાલની ભાજપ અલ્પેશ ઠાકોર ને ભાજપમાં પ્રવેશ તો અપાવી ચૂકી છે. પરંતુ ભાજપના કાર્યકરો ના દિલ માં પ્રવેશ અપાવી શકી નથી.
એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં અલ્પેશ ઠાકોર આવા અહેવાલો ફગાવી દીધા હતા અને નિવેદન આપ્યું હતું કે ભાજપમાં મારો કોઈ વિરોધ કરતું હોય તેઓ મારા ધ્યાન માં આવ્યું નથી. મારી વિરુદ્ધ કોઈ મીટીંગ પણ થતી નથી ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે મને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી સામેલ કર્યો છે. તેના વિરુદ્ધ કોઈ ગયું નથી અને બધાએ મને આવકાર્યો જ છે.
2017 ની વિધાનસભા ચૂંટણી અગાઉ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માં પ્રવેશ કરતી વખતે ઠાકોર સમાજ ને ભેગો કરીને જનાદેશ લીધો હતો, અને કોંગ્રેસ માં પ્રવેશ કર્યો હતો. પરંતુ ભાજપમાં પ્રવેશ કરતી વખતે અલ્પેશ ઠાકોર આવો કોઈ જનાદેશ લેવા ગયેલ હોય તેઓ દેખાયું નહીં. વારંવાર ભાજપમાં પ્રવેશ કરતા પહેલા અલ્પેશ ઠાકોરે હું ક્યારેય ભાજપમાં જવાનો નથી તેવા નિવેદનો આપ્યા હતા અને પોતે પોતાના નિવેદનોથી ફેરવી તોડીને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. પરંતુ હાલમાં તો અલ્પેશ ભાજપમાં છે પરંતુ તેના સુર તો પહેલાં જેવા જ વિદ્રોહ કરવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.