‘લઠ્ઠાકાંડ’ પછી પણ બેફામ બુટલેગરોને કોઈના બાપની બીક નથી! વધુ એક વિડીયો સામે આવતા પોલીસને ખુલ્લો પડકાર

એક બાજુ સમગ્ર સૌરાષ્ટ્ર(Saurashtra)-બરવાળા(Barwala) થયેલ લઠ્ઠાકાંડ (Lattakand)ને કારણે સ્તબ્ધ છે જયારે બીજી બાજુ ગુજરાત (Gujarat)માં જાણે દારૂબંધી (Prohibition of alcohol)નું નામો નિશાન ન હોય તેવી રીતે ઠેર ઠેર ચાલતા દેશી દારૂના હાટડાઓના વિડીયો સોશિયલ મીડિયા (Social media)માં વાઇરલ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકોટ (Rajkot)માં પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વીડીઓમાં રાજકોટમાં એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી છે. આ વીડિયો શાપર વેરાવળ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા કુબેલિયાપરા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

બુટલેગરો ઉપર ઘોસ બોલાવી:
દરોડા પાડ્યા બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના વેચાણ કરતા બુટલેગરો ઉપર ઘોસ બોલાવી હતી. ત્યારે આજે રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. શાપર પોલીસે આ વાઇરલ વીડિયો અંગે જણાવ્યું હતું કે, વીડિયો 6 મહિના પહેલાનો છે અને અહીં પોલીસે ત્રણ વખત દરોડો કરી કાર્યવાહી પણ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *