રાજકોટમાં જાંબાજ મહિલા કોન્સ્ટેબલે ટ્રેન નીચે આવી ગયેલા બાળકને બચાવી નવજીવન આપ્યું- ખુશીથી ભેટી પડી જનેતા

રાજકોટ(Rajkot): હાલમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, રાજકોટના રેલ્વે સ્ટેશન(Railway station) પર એક બાળક પડી જતા તે પાટા નીચે આવી ગયો હતો. બાળક પરથી એક-બે નહીં, પરંતુ ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હતા. આમ છતાં પણ બાળકને ઉની આંચ પણ આવી નહોતી. આ ઘટનામાં બાળકને બચાવવા માટે આરપીએફની મહિલા કોન્સ્ટેબલ (RPF female constable) સોનું વર્મા (Sonu Varma) દોડી ગઈ હોવાનું સીસીટીવી (CCTV)માં સામે આવ્યું છે. જાંબાજ મહિલા કોન્સ્ટેબલને બાળકની માતા ભેટી પડી હતી. તે દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે.

રાજકોટ શહેરના જંકશન રેલવે સ્ટેશન ખાતે ગત ચોથી જુલાઈના રોજ બપોરના અરસામાં માતા અને પુત્ર રાજકોટથી દાહોદ ટ્રેન મારફતે જઈ રહ્યા હતા. આ દરમિયાન માતા પુત્ર જ્યારે ટ્રેનમાં ચડી રહ્યા હતા, ત્યારે બાળકનો પગ લપસી જતા બાળક ટ્રેનના પાટા નીચે આવી ગયો હતો. પોતાનો પુત્ર ટ્રેનની નીચે પાટા પાસે જતો રહેતા બાળકની માતાનો જીવ અધ્ધર થઈ ગયો હતો. આજુબાજુના લોકોને બચાવો બચાવોની બુમો પણ પાડી હતી.

આ દરમિયાન રાજકોટ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માનું ધ્યાન બાળક તરફ દોરાયું હતું. મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા બાળક જોતા તરત જ હિંમતભેર દોડી ગઈ હતી. ત્યારબાદ બાળકને કહ્યું હતું કે, તું જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રહે. બીજી તરફ બાળકે પણ હિંમત દર્શાવી અને તે જ સ્થિતિમાં રહ્યો અને આખરે તે બચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.

મહિલા કોન્સ્ટેબલે હિંમત દાખવી પુત્રનો જીવ બચાવ્યો હતો. જેના કારણે પોતાના પુત્રને મોતના મુખમાંથી બહાર કાઢી લાવનાર જાંબાજ મહિલા સોનું વર્માને બાળકની માતા પેટીને રડી પડી હતી. ગત ચોથી જુલાઈના રોજ રાજકોટ શહેરના રેલ્વે સ્ટેશન પર જે કંઈ પણ ઘટના બની હતી તે સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આરપીએફના મહિલા કોન્સ્ટેબલ સોનું વર્માની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *