એસટી તંત્રમાં લાલીયાવાડી: નિવૃત્તિના ત્રણ વર્ષ બાદ પણ પેન્શન ના મળતાં ડ્રાઈવર-કંડક્ટરોનું ટેન્શન વધ્યું

ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ માં ચાલતા ગોકળગાયગતિ વહીવટથી અનેક નિવૃત ડ્રાઇવર અને કન્ડકટરો નિવૃત્તિના ત્રણ ત્રણ વર્ષ બાદ પણ પેન્શનથી વંચિત રહ્યા હોવાનો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ એસટી વિભાગ માં છેલ્લા ઘણા સમયથી નિવૃત્ત થયેલા કેટલાક ડ્રાઇવર કન્ડકટરોને નિવૃત્તિના વર્ષો બાદ પણ પેન્શન નહીં મળ્યું હોવાનું બહાર આવ્યું છે. જાણવા મળેલી વિગતો મુજબ પાલનપુર ડિવિઝનના 2017માં નિવૃત્ત થયેલા કેટલાક ડ્રાયવર કંડકટરોને આજે ત્રણ ત્રણ વર્ષ બાદ પણ પેન્શન મળ્યું નથી. જેથી તેમની નિવૃત્તિની જિંદગી દિવસે દિવસે દુઃખમય બની રહી છે.

આ અંગે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ ને પણ જાણ કરવામાં આવી હતી. જોકે મંત્રીના નિયુક્ત અધિકારી એવો જવાબ આપ્યો હતો કે પેન્શન વિભાગ માં આ કેશ પેન્ડિંગ છે, ત્યારે બીજી બાજુ પેન્શન ન મળનાર ડ્રાઈવર કંડક્ટરો પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓએ ખૂટતા કાગળો પણ સમય મુજબ કચેરીમાં જમા કરાવ્યા હતા. જેને વર્ષોના વહાણા વિતી ગયા બાદ પણ તેમને હજુ સુધી પેન્શન મળ્યું નથી. ત્યારે આવા ડ્રાઈવર કંડક્ટરોની નિવૃત્તિની જિંદગી હવે પેન્શન ન મળવાથી ટેન્શન યુક્ત બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *