ગુજરાત: બે બાઈક ચાલકો ફોન પર વાત કરી રહ્યા હતા, અચાનક પૂરપાટ ઝડપે કાર આવી અને…

દેશભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. તેમાં પણ મોટા ભાગે ગુજરાતમાંથી અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આજે વધુ આવી…

દેશભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. તેમાં પણ મોટા ભાગે ગુજરાતમાંથી અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આજે વધુ આવી એક ઘટના સામે આવે છે. ગુજરાતમાં આવેલ નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં રાજપીપળા નજીક ભદામ ગામ પાસે વધુ આવી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

રાજપીપળા નજીક ભદામ ગામમાં ભુંડ પકડનારા ત્રણ સરદારજીઓ બે મોટર સાયકલો ઉભી રાખી વાત કરતા હતા. ત્યારે કારે બંને મોટર સાયકલોને અડફેટે લીધી હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ પૈકી બે સરદારજી ને ગંભીર ઈજા પહોચી છે. મળતી માહિતી અનુસાર, અકસ્માત મા બન્ને મોટર સાયકલો નો કચ્ચરઘાણ વળી ગયો હતો. જયારે મારૂતિ કારના આગળના ભાગને ભારે નુકશાન થયું હતું.

ઈજાગ્રસ્તોને રાજપીપળા સિવિલ મા ખસેડાયા

રાજપીપળા નજીક ભદામ ગામ પાસે મારૂતિ કારની વચ્ચે બે મોટર સાયકલ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા પોઈચા અને ભદામ રોડની વચ્ચે ધાનપુર પાટીયા પાસે મારૂતિ વેફર ની દુકાનની બાજુમા ઉભેલા ત્રણ સરદારજી ની બે મોટર સાયકલો ને મારૂતિ કારે અડફેટે લેતા ત્રણ પૈકી બે સરદારજી ને ગંભીર ઈજા થવા પામી હતી. ભુંડ પકડનારા ત્રણ સરદારજીઓ મોટર સાયકલો ઉભી રાખીને વાતચિત કરતા હતા.

આ સમયે સામેથી પૂરપાટ વેગે ધસી આવતી સફેદ કલર ની મારૂતિ કાર ચાલકે પોતાની કારનો સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગૂમાવી દેતા કારે બંને મોટર સાયકલોને અડફેટમા લીધા હતા.અકસ્માત મા બન્ને મોટર સાયકલો નો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે મારૂતિ કાર ના આગળના ભાગને ભારે નુકશાન થયુ હતુ .

જોકે, ઘટના સ્થળે પહોચેલા પી.એસ.આઈ કે .કે.પાઠકે તાત્કાલિક 108 બોલાવીને બને સરદારજી ને એમ્બ્યુલન્સમાં સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમા ખસેડાયા છે. આ અંગે રાજપીપલા પોલીસે GJ 12 CP 3292 સફેદ કલર ની મારૂતિ કાર ના ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *