એક ચોંકાવનારી ઘટના મા રિવર્સમાં આવી રહેલી ગાડી ઉપર ચડી જવા છતાં સાત વર્ષના બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. જે નો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ગાડી બાળક પર ચડી ગઇ હોવા છતાં બાળકને જરાક પણ વાગ્યું નથી.
બાળકનું નામ દિપ પાનસુરીયા હોવાનું બહાર આવ્યું છે. જે કાર નીચે બાળક આવી ગયો હતો તે કાર તેના પડોશમાં રહેતા જ એક વ્યક્તિ ની હતી. આ ઘટના ગુરૂવારના રોજ બની હતી. સુરત ના નાનાવરાછા વિસ્તારમાં આ ઘટના સર્જાણી હતી. નાના વરાછા ના હરેકૃષ્ણ સોસાયટી માં જીગ્નેશ પાનસુરીયા નો પરિવાર રહેતો હતો. જીગ્નેશ પાનસુરીયા નો પુત્ર દીપ સ્કૂલે જવાના સમયે સોસાયટીમાં રહેતા પોતાના એક મિત્ર ના ઘરે ગયો હતો.
માં તેની બેગ લઈને આવી રહી હતી. તે સમયે દિપ બુટ ની દોરી બાંધવા માટે નીચે બેઠો હતો. તેની સોસાયટીમાં રહેતા નારાયણભાઈ બહાર જવા માટે પોતાની કાર રિવર્સ કરતા હતા. તે નીચે બેઠેલા દીપ ને જઈ શક્યા ન હતા. જેના કારણે નારાયણભાઈ ની કાર દીપ ની ઉપર ચડી ગઈ હતી. આ જોઇને એક મહિલા જોરજોરથી અવાજ કરવા લાગી. કાર ચાલકને ખબર પડતાની સાથે જ તે કારમાંથી નીચે ઉતરીને બાળકને બહાર કાઢ્યા.
જે કોઈ વ્યક્તિએ આ ઘટના જોઈ હતી તે આશ્ચર્યચકિત થઈ ગયા. કાર ઉભી રહેતા ની સાથે જ બાળક સુરક્ષિત રીતે પોતાની જાતે બહાર નીકળી આવ્યો. બાળકને થોડું પણ વાગ્યું ન હતું. ત્યાર પછી તેની મા દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ માં ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે, બાળક ને જરા પણ વાગ્યું નથી. બાળકના શરીર ઉપર વાગ્યાનું નિશાન પણ પડ્યું નથી.