હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં લેતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અચોકકસ મુદત માટે બંધ રાખવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિનાં પ્રવક્તા મનહર પટેલે ભાજપના છેલ્લા 25 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યાં છે. મનહર પટેલે ભાજપના શાસનકાળ દરમિયાન થયેલ ગુજરાતની કાયદો વ્યવસ્થા અને આર્થિક પરીસ્થીતીની કથળતી હાલતની જાણકારી આપી હતી.
આકરા પ્રહાર કરતાં મનહર પટેલ જણાવતાં કહે છે કે, પ્રજાની કફોડી હાલત તેમજ સમગ્ર રાજયની દુદઁશા પાછળ ભાજપના નિષ્ફળ નેતાઓની નિષ્ફળ યોજનાઓ જવાબદાર રહેલી છે. રાજયની તીજોરીને કરોડો રૂપિયાનો ભાર આપીને રોકાણકારોને આકષઁવાની વાયબ્રન્ટ ગુજરાત સિમિટો સંપુણઁ નિષ્ફળ રહી હતી.
આની સાથે જ હજારો કંપનીઓ ગુજરાત છોડીને ભાગી ગઇ છે. ગુજરાતમા વર્ષ 2003 થી ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ તથા વર્ષ 1995 થી કલ્પસર યોજનાના બહુ જ ઢોલ પીટાઇ રહ્યો છે. જયારે હાલમાં વર્તમાન ગુજરાતની સ્તીથી વર્ણવવામાં આવી છે…
ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશમા રાજય 5 મા ક્રમ પરથી સીધું 10 માં ક્રમ પર ધકેલાઈ ગયુ છે. અંદાજે 6,000 જેટલી પ્રાથમિક શાળાઓ બંધ થઇ છે. આની સાથે જ 16,000 જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત વર્તાઈ રહી છે. જયારે 18,000 પ્રાથમિક શાળાના ઓરડાની અછત વર્તાઈ રહી છે.
આની સાથે જ 50% સરકારી વિજ ઉત્પાદન કેન્દ્રો પણ બંધ થઈ ગયાં છે. અંદાજે 75 થી વધારે APMC બંધ તથા બંધ હાલતમાં પડી છે. GLDC ના કરોડા રૂપિયાના ભ્રષ્ટાચારની સીધી ભાગીદાર રાજય સરકાર તેમજ તેના ભ્રષ્ટાચારને ઢાકવા છેવટે તાળા મારવામાં આવ્યા હતાં.
આની સાથે જ 3 યુનિટે 1 MSME યુનિટ બંધ થયા છે. જયારે 85% યુવાનો બેરોજગાર બન્યા છે. નફો રળતી સરકારી કંપનીઓ એટલે કે, GSFC , GNFC, GACL ને કરોડોની નુકશાનીમા ધકેલી દેવામાં આવી છે. GSECL જેવી કંપનીને માનીતા મિત્રને વેચી દેવામાં આવી હતી.
આરોગ્ય-શિક્ષણ સેવામાથી રુપાણી સરકારે હાથ ધોઇને જનતાને રામ ભરોસે મુકી દીધી છે. ટાટા નેનો કંપની લાવવા માટે સરકારે તીજોરી ખુલ્લી મુકીને પરિણામ શુન્ય, મારુતિ કાર, જનરલ મોટર જેવી કેટલીક કંપનીઓએ સરકારની ભ્રષ્ટ નીતિને લીધે તાળા માયાઁ હતાં.
કલ્પસર યોજના, રો રો ફેરી, ધોલેરા સર તથા ધોલેરા આંતરરાષ્ટ્રીય એરકારગો એરપોટઁ જેવા પ્રોજેકટના નામે 4-4 ચુંટણીઓમા મત માંગીને સતા મેળવી છે. સરકારી કમઁચારી કરતા આઉટ સોસઁથી ભરતી થયેલ કમઁચારીની સંખ્યા વધુ છે. જેને લીધે સરકારી વિભાગોની ખાનગી બાબતોની સુરક્ષા સામે અનેક જોખમો ઉભા થયા છે.
કુપોષિત બાળકોની સંખ્યા 6 માસમાં 1.42 લાખમાંથી 3.83 સુધી પહોચી ગઈ છે. આમ, છેલ્લા પાંચ વષઁમા 80% બાળકો કુપોષિતનો શિકાર બન્યાં છે. જયારે દર કલાકે ઓછામાં ઓછી 4 મહિલા પર બળાત્કાર થઇ રહ્યો છે. આરોગ્ય વિષયક સુવિધાની સ્થિતિ ખુબ દયાજનક બની છે.
અંદાજે 11,475 જનસંખ્યાની સામે ફક્ત એક સરકારી ડોકટર ઉપલબ્ધ છે. મીઠાના અગર માટે સતાધિસોએ મિત્રોને દરીયાકાંઠો વેચીને લાખો એકર જમીન સરકારના પ્રવતઁમાન નિયમોને નેવે મુકી તેમને પધરાવી દેવામાં આવી છે. 25 વર્ષીય એક હથ્થુ શાસનને છેવટે ગુંડા ધારો કાયદો લાવવો પડે તે રાજય સરકારના ગાલ પર સતાધિશોએ તમાચો માયોઁ છે.
ગુંડાઓને જેલનાં હવાલે કરવા હોય તો હાલના કાયદા પુરતા છે પણ હાલની રાજ્ય સરકાર રાજકીય ઇચ્છાશકિતનો સંપુણઁ અભાવ દેખાઈ આવે છે. આમ, ભાજપાના 25 વષેઁના શાસનને અંતે રુપાણી સરકાર પ્રજાને ચોખ્ખી હવા-પાણી અથવા તો જનતાના ચહેરા પર સ્મિત આપી શકી નથી. આની સાથે જ ભાજપાના શાસકો મતના મદમાં મદહોશ બનીને જનસેવાનુ ભાન ભુલીને જનતાની સાથે દંડ તથા દંડાનો પ્રયોગ કરી રહી છે કે, જે આવનાર સમયમા જનતા તેનો ઉત્તર આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.