ભારત: આપણા દેશના જવાનએ સીમા પર રક્ષા કરવાને કારણે આપડે શાંતિથી સુઈ શકીએ છીએ. આવામાં દેશની રક્ષા કરતા કરતા કોઈ જવાન શહીદ પણ થતા હોય છે. આ ખાસ વાત આપણા દેશની છે કે, આપણા દેશની પુરુષ જ નહિ પણ સ્ત્રીઓ પણ સુરક્ષા કરતા હોય છે.
આજકાલ ઘણી મહિલાઓ સેનામાં ભરતી થતી હોય છે અને દેશનું નામ રોશન કરતી હોય છે. ત્યારે આજે આવો જ એક એક મહિલા ઓફિસર વિષે તમને જણાવી રહ્યા છીએ. જેણે દેશી રક્ષા કરવા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઇ ગયા હતા. આ મહિલા ઓન ડ્યુટી શહીદ થનારી પહેલી મહિલા ઓફિસર છે.
મળતી માહિતી મુજબ, આ મહિલાનું નામ કિરણ શેખાવત છે. જે રાજસ્થાનની લાડલી દીકરી, હરિયાણાની આદર્શ વહુ અને દેશની એક હિંમતવાળી મહિલા ઓફિસર રહી ચુકી છે. 24 માર્ચ 2015માં રાત્રે ગોવાના ડોનિયરની દેખરેખ માં કિરણ શેખાવત વિનામ શહીદ થઇ હતી.
જાણવા મળ્યું છે કે, 1 મેં 1988માં સેફરાગુવાર નામના ગામના વિજેન્દ્ર શેખાવતનના ઘરે કિરણનો જન્મ થયો હતો. કિરણમાં નાનપણથી જ દેશ માટે કશું કરી બતાવવાનો ઉત્સાહ જોવા મળતો હતો. તે વર્ષ 2010માં નૌસેનામાં ભરતી થયા હતા. ત્યાં તેમણે પુરી હિંમત અને ઈમાનદારીથી પોતાની ડ્યુટી નિભાવી હતી. તેમની ફેમેલી કિરણ પર બહુ ગર્વ કરતી હતી. ભારતીય નૌસેનામાં લેફ્ટિન્ટ યુવક વિવેક સાથે કિરણે લગ્ન પણ કર્યા હતા.
મળતી માહિતી મુજબ, કિરણના સસરા શ્રીચંદ અને પિતા વિજેન્દ્ર સિંહ શીખવાત એ પણ ભારતીય નૌસેનામાં રહી ચુક્યા છે અને હાલ તેઓ રિટાયર્ડ ઓફિસર છે. આમાં તમે જોઈ શકો છો કે, આ પરિવારએ દેશની સેવા માટે કેટલો સમર્પિત છે. આ સિવાય સૌથી પહેલી મહિલા પાયલટ કિરણની જેઠાણી રાજશ્રી કોસ્ટગાર્ડની બની છે.
24 માર્ચ 2015ના રોજ બહાદુર કિરણ શેખાવત ડોર્નિયર વિમાનમાં બેઠી હતું. આ જ વિમાનમાં રાત્રે ગોવામાં દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ત્યારબાદ તેમનાં મૃતદેહ માટે સતત તપાસ શરુ હતી. તે દરમિયાન 26 માર્ચના દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કિરણના અંતિમ સંસ્કારમાં હજારો લોકો આવ્યા હતા. દેશની આ બહાદુર મહિલાને સન્માન આપવા માટે બધા જ લોકો આવ્યા હતા. તેમની ચિતાને અગ્નિ તેમના પતિ વિવેક સિંહ દ્રારા જ આપવામાં આવી હતી. કિરણએ ભારત દેશની એક બહાદુર દીકરી હતી તેમને અમારા ખુબ ખુબ નમન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.