ખાસ કરીને લોકો સ્વાસ્થ્ય બાબતે ખુબ બેજવાબદાર હોય છે. એમાં પણ 50 વર્ષની ઉંમર વટ્યા બાદ વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યની ખાસ અને વધારે સંભાળ રાખવાની જરૂર પડે છે. કહેવાય છે કે 50 વર્ષની ઉંમર બાદ બીમારીઓ જલ્દી ઘર કરી જાય છે, જેના કારણે ડોક્ટર પણ સ્વસ્થ રહેવા માટે જમ્યા બાદ 30 મિનિટ ચાલવાનું કહે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, 50 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિએ એવું તે શું ખાવું જોઈએ, જેનાથી તેઓ નિરોગી રહે. તો અહિયાં એવી વસ્તુઓ જાણવામાં આવી છે કે જેને ખાવાથી 50 વર્ષની ઉપરની ઉંમરના વ્યક્તિઓના સ્વાસ્થ્યનું ધ્યાન રહે.
ફણસી
ફણસી ન્યૂટ્રિશનનો બેસ્ટ સોર્સ છે. ફણસી ખાવાથી મેટાબોલિઝ્મ વધે છે. તે સિવાય તેમા આયર્ન, કેલ્શિયમસ ફાઈબર, મેગ્નેશિયમ, ફોસફરસ, કાર્બોહાઈડ્રેટ, સોડિયમ અને પોટિશમ હોય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ફણસી ખાવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. આ સિવાય ફણસીમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર હોય છે. ફણસી ખાવાથી ડાયાબીટિસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યા શરીરથી દૂર રહે છે તેમજ હિમોગ્લોબિનનું લેવલ જળવાઈ રહે છે.
સફરજન
સફરજન તમને દવાખાનાથી દૂર રાખે છે. આ વાત 100 ટકા સાચી છે. જ્યારે સ્ટ્રોન્ગ ઈમ્યૂનિટીની વાત આવે ત્યારે 50ની ઉંમર વટાવી ગયેલા લોકોએ સફરજન જરૂરથી ખાવા જોઈએ. આ ફ્રૂટમાં વિટામિન C, K, A, B1, B2 અને B6 ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તે કોપર અને પોટેશિયમ માટેનો બેસ્ટ સ્ત્રોત છે. સફરજન ખાવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે.
લીલી ભાજી
લીલી ભાજી ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. લીલી ભાજીમાં આયર્ન, વિટામિન A, C, એન્ટિઓક્સિડેન્ટ્સ, ફાઈબર, ફોલેટ, વિટામિન K, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે. લીલી ભાજી લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. મેનોપોઝમાંથી પસાર થઈ રહેલી મહિલાઓએ લીલી ભાજી ખાસ ખાવી.
દહીં
દહીં તો દરેક ઉંમરની વ્યક્તિએ ખાવું જોઈએ. દહીં હેલ્ધી પ્રોટીનનો સોર્સ છે, જે વજન મેનેજ કરવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડી પણ હોય છે, જે સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે.
ડ્રાયફ્રૂટ્સ
એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ પણ ન્યૂટ્રિશનનું પાવરહાઉસ છે. સવારે નાસ્તામાં કંઈ ખાવાની ઈચ્છા ન થાય તો થોડા ડ્રાયફ્રૂટ્સ ખાશો તો પણ ચાલશે. તેમાં પ્રોટીન, ફેટ, ફાઈબર, વિટામિન ઈ, ફોસ્ફરસ તેમજ કોપર હોય છે. ડ્રાયફ્રૂટ્સ ખાવાથી હૃદય પણ હેલ્ધી રહે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
ઓટ્સ
ઓટ્સ ખાવાથી મેટાબોલિઝ્મ અને ઈમ્યૂનિટી વધશે. ઓટ્સ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને તમારા હૃદયને હેલ્ધી રાખે છે. આ સિવાય તેમાં સારી માત્રામાં ફાઈબર પણ હોય છે. તે કોપર, વિટામિન B1, આયર્ન તેમજ ઝિંકનો સારો સ્ત્રોત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news