અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે પૂર્વ પ્રેમીના કારણે બે યુવતીઓના જીવ જોખમમાં મુકાયા- શરુ ગાડીએ…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદના રિવરફ્રન્ટ પર એક્ટિવા ઉપર જઈ રહેલી પૂર્વ પ્રેમી અને તેના મિત્રએ 2 કોલેજિયન યુવતીની છેડતી કરી હતી. તે દરમિયાન પૂર્વપ્રેમીએ ચાલું એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી. જેથી બંને યુવતી રોડ ઉપર પટકાતા બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. આ બાબતે યુવતીએ પૂર્વ પ્રેમી સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગભગ 4.15 વાગ્યે રાણીપમાં રહેતી મોના તેની મિત્ર સપના સાથે રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે બીજી એક્ટિવા પર સાહિલ વાઘેલા અને અનિકેત ગાયકવાડ તેમની પાસે આવ્યા હતા. ત્યારે સાહિલે મોનાને એક્ટિવા ઉભી રાખવા જણાવ્યું હતું પરંતુ મોનાએ ઉભું રાખ્યું ન હતું. તેને કારણે સાહિલે ચાલું એક્ટિવાની ચાવી કાઢી લેતા મોના અને સપના બાઈક સાથે રોડ ઉપર જોરદાર પટકાયા હતા. બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે યુવતીની ફરિયાદ બાદ અનિકેતની અટકાયત કરી અને સાહિલની શોધખોળ શરુ કરી છે.

પીઆઈ વી.એમ.દેસાઈના જણાવ્યા અનુસાર, મોના અને સાહિલે થોડા સમય પહેલા જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી તે બંને ભાગી ગયા હતા અને થોડો દિવસો સાથે પણ રહ્યાં હતાં. પરંતુ મનમેળ ન બેસતા બંને પરત ઘરે આવી ગયા હતા. ત્યારથી મોના તેના ઘરે અને સાહિલ તેના ઘરે જતો રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *