સુરતમાં પૂર્વ પ્રેમીએ Instagram પર ફેક આઇડી બનાવીને યુવતી સાથે કર્યું એવું કામ કે… હવે જેલના સળિયા ગણતો થઈ ગયો

Ex-lover of women private video viral in Surat: હાલમાં લોકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ જોવા મળ્યો છે. લોકોમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) નો ક્રેઝ હાલ વધુ જોવા મળ્યો છે. આવામાં અમુક લોકો એવા હોય છે કે જે ફેક આઈડી બનાવીને અન્યને પરેશાન કરતા હોય છે. આ દરમિયાન અહી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયાનો ગેર ઉપયોગ કરીને આધેડ વ્યક્તિ એક મહિલાને હેરાન કરે છે.

યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

આજના યુગની યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ સંબંધો બાંધી દે છે. પ્રેમ સંબંધ બાદ પોતાના પ્રેમી સાથે અંગત પળો માણવા જાય છે. ત્યારે ઉતારેલા ફોટા અને વિડિયો કોઈ દિવસ મુસીબત નોતરે છે. આવી જ ઘટના સુરતમાં સામે આવી છે.

Surat માં પૂર્વ પ્રેમીએ વિડીયો કર્યા વાયરલ 

લોકો સોશીયલ મિડીયાનો ગેર ઉપયોગ કરીને નજીકના સગાને હેરાન પરેશાન કરતા હોય છે. ત્યારે સુરત(surat)ના વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયાના ફેક એકાઉન્ટ પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી અન્ય કોઈ નહીં પણ આ મહિલાનો ભૂતપૂર્વ પ્રેમી હતો. મહિલાએ પ્રેમ સંબંધ તોડી નાખતા યુવકે આવેશમાં આવી તેને બદનામ કરવા કૃત્ય કર્યા હોવાની કબુલાત કરી હતી.

ફેક એકાઉન્ટ બનાવી પરિવારના સભ્યોને મોકલ્યા વિડીયો

મળતી માહિતી અનુસાર, યુવતીએ પ્રેમી સાથે સંબંધ પૂરા કરી દીધા હતા. પણ આ પ્રેમી સંબંધ પૂરા કરી દીધા એ વાતમાં ગુસ્સે આવી અને યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેના પરિવારના સભ્યોને સોશિયલ મીડિયા દ્વારા ફોટો અને વિડીયો મોકલ્યા હતા. જેને લઇ બદનામી શરૂ થઈ હતી. જોકે, સમગ્ર ઘટના મામલો સામે આવતાની સાથે જ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સાઇબર સેલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

Surat પોલીસે આરોપીની કરી ધરપકડ

પોલીસને આ મામલે મૂળ ઇંગોરાળા ગામના અને હાલમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અશ્વિન સોસાયટી ખાતે રહેતા દિનેશભાઈ ઠેસિયાની ધરપકડ કરી છે.જો કે, આ યુવકને ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરતા યુવકે કબુલાત કરી હતી કે, યુવતી સાથે તેના પ્રેમ સંબંધ હતા અને કોઈ કારણસર યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ પુરા કરી નાખ્યા હતા. જોકે, અવારનવાર તેનો સંપર્ક કરતા તે તેની સાથે વાત કરતી નહોતી. જેને લઈને આવેશમાં આવીને તેણે યુવતી સાથેની અંગત પળોના વિડીયો સોશિયલ મીડિયા અને whatsapp દ્વારા તેના સગા સંબંધીને મોકલી બદનામ કરવાનું શરુ કર્યું હતું. જોકે, કબુલાતના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *