આજે અમે તમારા માટે કંઈક રમુજી પોસ્ટ લાવ્યા છીએ. આપણે બધાએ સ્કૂલોમાં પરીક્ષાઓ આપી છે. પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થી તો પોતાની રીતે પૂછાયેલા દરેક સવાલના સાચા જવાબો આપીને ઉત્તીર્ણ થતા હોય છે. પરંતુ અમુક ભણેલા નહીં પરંતુ ગણેલા વિદ્યાર્થી પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એવા જવાબ આપે છે કે તપાસનાર હસી પડે છે.આવાજ અમુક સવાલોના જવાબ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ.
1) આ ફોટામાં જુઓ, વિદ્યાર્થીના મત પ્રમાણે ચંદ્ર પર પ્રથમ વખત જનાર વ્યક્તિ બાહુબલી એટલે કે આર્મસ્ટ્રોંગ છે.
2) હડપ્પા અને મોહેંજો દડો સંસ્કૃતિ ને પ્રકાશિત કરવા માટે આ વિદ્યાર્થીએ નવો રસ્તો અપનાવ્યો.
3) આ સવાલનો જવાબ જુઓ, તમે પણ હસવા લાગશો. બાળક કે નિર્દોષતા પૂર્વક પરીક્ષામાં પૂછેલા સવાલનો સાચો જવાબ આપ્યો છે.
4) રામનવમીનો તહેવાર ભગવાન રામના જન્મ દિવસ ના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ આ બાળક ના મતે રામ નવમી ઉજવવા પાછળનું કારણ જુદું જ છે.