ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ… જેને અંગ્રેજીનો સ્પેલિંગ’ય નથી આવડતો, તેવા 500 વિદ્યાર્થીઓ પરીક્ષા વગર પહોંચી ગયા વિદેશ

Scam for going abroad 500 students: હાલના સમયમાં વિદ્યાર્થી ને અમેરિકામાં અભ્યાસ કરવા માટે જરૂરી GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતા હોવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કૌભાંડ કરનાર ત્રણ આરોપીઓની(Scam for going abroad 500 students) ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમને મળેલી એક રજૂઆતને આધારે સાયબર ક્રાઇમે તપાસ કરતા એક મોટું કૌભાંડ સામે આવ્યું છે.

સાયબર ક્રાઇમને માહિતી અનુસાર એક કંપની દ્વારા વિદેશ જવા માટેની ઓનલાઇન પરીક્ષા પાસ કરાવી આપે છે અને તે કૌભાંડ સુરત થી ઓપરેટ થઈ હતું.જેથી સાઇબર ક્રાઇમ ની ટીમ દ્વારા સુરતની એક હોટલમાં કે જ્યાં પરીક્ષાનું સંપૂર્ણ સેટઅપ ગોઠવાયેલું હતું ત્યાં રેડ પાડવામાં આવી હતા.

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે જે તે વિદ્યાર્થી માટે એક હોટેલમાં સેટઅપ ગોઠવી આપવામાં આવ્યું હતું. ઓનલાઇન પરીક્ષામાં જે પ્રશ્નો પુછાઇ રહ્યા હોય તે પ્રશ્નોના ફોટા પાડી લઈ વ્હોટ્સએપથી અન્ય એક વ્યક્તિને મોકલવામાં આવતા હતા.

જે વ્યક્તિ પ્રશ્નોના જવાબો તાત્કાલિક લખીને મોકલતો જતો. બીજો વ્યક્તિ કે સેટઅપ પર હોય છે તે વ્હોટ્સએપથી મળેલા જવાબ ઓનલાઇન પરીક્ષામાં નિરીક્ષક જોઈ ન શકે તે રીતે લેપટોપની પાછળના ભાગે બેસી બ્લુટુથની કનેક્ટ કરેલા કીબોર્ડ વડે ટાઈપ કરતો હતો. જોકે લેપટોપની સામે બેઠેલા પરીક્ષાર્થીને ફક્ત ટાઈપિંગ કરવાની એક્ટિંગ જ કરવાની હતી જેથી સામેના નિરીક્ષકને શંકા જાય નહિ.

પોલીસે સમગ્ર કૌભાંડ આચરનાર આંધ્રપ્રદેશના ચેરલાના મહેશ્વરા ચેરલા તેમજ ઓનલાઇન પરીક્ષામાં પુછાયેલા સવાલોના જવાબો મોકલી આપનાર ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલપૂડીને વડોદરા ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા.

સાગર હિરાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી
આ સાથે સુરતથી વોઈસ ઈમિગ્રેશન નામનું સેન્ટર ચલાવતા મેનેજર સાગર હિરાણીની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પાંચ લેપટોપ, ત્રણ સીપીયુ, રૂ. 95,000ની કિંમતના 7 મોબાઈલ ફોન મળી આવ્યા છે.

ઓનલાઈન પરીક્ષા આપીને 40 જેટલા વિદ્યાર્થીઓ છેતરાયા છે
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેઓ છેલ્લા એક વર્ષથી યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી TOEFL, IELTS, PTE, GRE પરીક્ષામાં વધુ માર્કસ મેળવવા માટે છેતરપિંડી કરતા હતા. 35 થી 40 વિદ્યાર્થીઓને પોતાનો શિકાર બનાવ્યા. છેલ્લા એક વર્ષમાં ઓનલાઈન પરીક્ષામાં છેતરપિંડી બહાર આવી છે.

વિદ્યાર્થી દીઠ 15 હજાર રૂપિયા કમિશન મળતું હતું
વર્ષ 2020 થી, મોટા વરાછા ખાતે વોઈસ ઈમિગ્રેશન નામની ઓફિસ સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, ડિપેન્ડન્ટ વિઝા માટે કન્સલ્ટિંગ વર્ક કરતી હતી. છેલ્લા એક વર્ષથી તે TOEFL, GRE પરીક્ષામાં રજીસ્ટ્રેશન કરાવવા અને પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થી દીઠ 15 હજાર રૂપિયા કમિશન મેળવતો હતો.

જ્યારે ત્રીજો આરોપી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલાપુડી બી.ટેક સુધીનો અભ્યાસ કરેલો છે અને છેલ્લા 20 વર્ષથી વડોદરામાં રહેતો હતો. તેમજ છેલ્લા એક વર્ષથી 400 થી વધુ વિદ્યાર્થીઓને અલગ-અલગ એજન્ટો મારફત ઓનલાઈન પરીક્ષા આપવામાં આવતી હતી, અલગ-અલગ એજન્ટો દ્વારા TOEFL, GREની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ડમી રાખવામાં આવતા હતા અને પ્રતિ 35 હજાર રૂપિયાનું કમિશન લેતા હતા.

વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવી વિદેશ મોકલી આપ્યા છે તે અંગે પણ તપાસ શરૂ
આ સમગ્ર ઓપરેશન પાર પાડવા માટે સાયબર ક્રાઈમે અલગ અલગ 20 થી વધુ પોલીસ કર્મીઓની ટીમ બનાવી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. હાલમાં સાઇબર ક્રાઇમ દ્વારા તમામ આરોપીની પુછપરછ શરૂ કરી છે અને આ કૌભાંડ માં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેમજ કેટલા વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવી વિદેશ મોકલી આપ્યા છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *