ગત શુક્રવારના રોજ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમને સંસદમાં આર્થિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી બની છે, જ્યારે કેટલીક વસ્તુઓ બહુ મોંઘી બની ગઈ છે.
બજેટ મુજબ હવે લોકોએ ઇલેક્ટ્રિક વાહનો તેમજ તેના પાર્ટસ, ધૂપ અગરબત્તી, ચશ્માની ફ્રેમ, બોટલ કન્ટેનર વગેરે જેવી વસ્તુઓ માટે ઓછા નાણાં ચૂકવવા પડશે. જ્યારે સોના-ચાંદીના દાગીના, માર્બલ અને અન્ય કેટલાક ઉત્પાદનો માટે હવે લોકોએ વધુ રૂપિયા ચૂકવવા પડશે. આ વધારામાં સિગરેટ અને તમાકુનો પણ સામવેશ થાય છે.
બજેટમાં સરકારે બીડી પર એક્સાઈઝ ડ્યૂટી વધારી
બજેટમાં સરકારે સિગારેટ પર 5 રૂપિયા પ્રતિ હજારથી લઈને 10 રૂપિયા પ્રતિ હજાર સુધી એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે. જો કે, પહેલાં મોટાભાગની સિગારેટ પર અત્યાર સુધીમાં એક્સાઈઝ ડ્યૂટી ઝીરો હતી. પરંતુ, મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટમાં તેમાં વધારો કરીને 5-10 રૂપિયા પ્રતિ હજાર સુધીનો વધારો કર્યો છે. સિગારેટની લંબાઈ અને બનાવટના આધાર પર સરકારે એક્સાઈઝ ડ્યૂટી નક્કી કરી છે. આ ઉપરાંત સરકારે બીડી પર પણ એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે.
સિગારેટના ભાવમાં પાંચ રૂપિયા પ્રતિ હજારનો વધારો
65MM કરતાં વધુ પરંતુ 70MMની લંબાઈવાળી ફિલ્ટર સિગારેટના ભાવમાં પાંચ રૂપિયા પ્રતિ હજારનો વધારો કરવામાં આવ્યો છે. 60 એમએમ સિગારેટ(ફિલ્ટરની લંબાઈ સહિત, ફિલ્ટરની લંબાઈ 11 એમએમ અથવા તેની વાસ્તવિક લંબાઈમાં જે વધુ હોય) તેની કિંમતમાં પાંચ રૂપિયા પ્રતિ હજારનો વધારો કરવામાં આવ્યો છે. 60 એમએમ કરતાં વધુ પરંતુ 70 એમએમ ફિલ્ટર સિગારેટ (ફિલ્ટરની લંબાઈ સહિત, ફિલ્ટરની લંબાઈ 11 એમએમ અથવા તેની વાસ્તવિક લંબાઈમાં જે વધુ હોય)ની કિંમતમાં પણ સરકારે પાંચ રૂપિયા પ્રતિ હજારનો વધારો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.