કરોળિયાને જોઇને ભલ ભલા ડરી જાય છે તેમાં પણ જ્યારે કરોળિયો ઝેરી હોય. જરા વિચારો કે, એક સાથે 119 જેટલા જીવતા કરોળિયા એરપોર્ટ જેવી જગ્યા પર જોવા મળે તો સામાન્ય લોકોની શું હાલત થાય? બસ, આવું જ કંઇ ફિલીપાઇન્સના પ્રખ્યાત એરપોર્ટ પર થયું. જ્યારે એક વ્યક્તિના શૂઝમાંથી કુલ 119 જીવતા ટૈરેંટુલા કરોળિયા મળી આવ્યા હતા. અધિકારીઓ પણ આટલી મોટી સંખ્યામાં ઝેરી કરોળિયાને જોઇને ચોંકી ગયા.
જાણવામાં આવ્યું છે કે, ટૈરેંટુલા કરોળિયાને દુનિયાનો સૌથી ઝેરી કરોળિયો માનવામાં આવે છે. ફિલીપાઇન્સના નિનૉય એક્વિનો ઇન્ટરનેશનલ એરપોર્ટ (NAIA)માં કસ્ટમ ઓફિસરને એક ડબ્બામાં પેક જૂતામાંથી આ જીવતા કરોળિયા નીકાળ્યા. તેમની તસ્કરી કરવામાં આવી રહી હતી. આને પોલેન્ડના કોઇ માઇકલ ક્રોલિકીએ કૈવિટ માટેહતા મોકલવામાં આવ્યા હતા.
આ શૂઝની અંદર એક બે નહીં કુલ 119 જીવતા કરોળિયા નીકળ્યા હતા. જે પ્લાસ્ટિકની નાની નાની ડબ્બીમાં રાખ્યા હતા. તેને જોઇને અધિકારીઓ પણ ચોંકી ગયા. જયારે તેમની નજર પાર્સલ ની ખરાબ પેકિંગ પર ગઈ ત્યારે તેમને તેના પર શંકા ગઈ.
અધિકારીઓએ તમામ કરોળિયાને ભેગા કર્યા અને ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયરમેંટ એન્ડ નેચરલ રિસોર્સેઝ વાઇલ્ડ લાઇફ મોનિટરિંગ યુનિટને 29 ઓક્ટોબરને સોપવામાં આવ્યા. અધિકારીઓ પણ આ ઝેરી કરોળિયાને જોઇને ચોંકી ગયા હતા. આ કેસમાં હાલ વધુ તપાસ ચાલી રહી છે.
તમને જણાવી દઇએ કે, આ કરોળિયાની તસ્કરી દુનિયાભરમાં થાય છે. અને ફ્લાઇટનો સહારો લઇને આ કરોળિયાને એક દેશથી બીજા દેશ લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ કસ્ટમ વિભાગે તેને પકડી પાડ્યો. જાણવા મળ્યું છે કે આ કરોળિયા ખૂબ જ ઝેરી હોય છે. છતા પણ અનેક લોકો તેને પાળે છે. આ ઉપરાંત ધણા લોકો આ કરોળિયાનો ઉપયોગ વિવિધ વસ્તુઓ અને દવા બનાવવા માટે કરે છે. ત્યારે કસ્ટમ વિભાગે આની મોટી તસ્કરીને છતી કરી છે. કસ્ટમ અધિકારીઓ પણ આટલી મોટી સંખ્યામાં જીવતાં કરોળિયા જોઇને ચોંકી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle