માસ્ક પહેરીને 11 વર્ષના બાળકે બેન્કમાંથી 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, ઘટના CCTVમાં કેદ

સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને આશ્વર્ય પમાડે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં આવી રહી છે.હરિયાણામાં આવેલ જિંદ નામના જિલ્લામાં માત્ર 11 વર્ષના બાળકે પંજાબ નેશનલ બેન્કમાંથી કુલ 20 લાખ રૂપિયાની ચોરી કરવાનો મામલો સામે આવી રહ્યો છે.

જો કે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ જોવાં મળી રહ્યું છે કે, માત્ર 11 વર્ષનું નાનું બાળક શાતિર ચોરની જેમ કેશિયરની કેબિનમાંથી થોડી જ સેકન્ડમાં હાથ સાફ કરી લે છે. આવડી નાની ઉંમરમાં પણ બાળક ચોરી કરતાં શીખી ગયો છે.

કેબિનનો દરવાજો ખોલીને બાથરૂમમાં ગયો હતો કેશિયર :
પંજાબ નેશનલ બેન્કના મેનેજરે જણાવતાં કહ્યું હતું કે, બપોરના સમયે જ્યારે કેશિયર વૉશરૂમ જવા માટે પોતાની કેબિનમાંથી ગયો ત્યારે પહેલાથી જ લાગ જોઈને બેઠેલ નાના બાળકો તાત્કાલિક કેબિનમાં ઘૂસી જાય છે તેમજ બેગમાં રહેલ રૂપિયા લઈને ભાગી જાય છે. એમણે જણાવતાં કહ્યું હતું કે, કેશિયર દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો. જેનો લાભ ઉઠાવીને બાળકે કુલ 20 લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસે ચોરીનો કેસ નોંધ્યો :
બેન્કમાં ચોરીની ઘટનાની જાણ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનને કરવામાં આવી તો પોલીસ ટીમ પંજાબ નેશનલ બેન્કની બ્રાન્ચમાં પહોંચી ગઈ હતી તેમજ ચોરીનો કેસ નોંધી લીધો હતો. બેન્ક અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે, બપોરનાં સમયે ચોરી થઈ પણ સાંજે જ્યારે કૅશની ગણતરી કરવામાં આવી તો કુલ 20 લાખ રૂપિયા ઓછા હોવાનું સામે આવ્યું હતું. કેશિયરની બેદરકારીને લીધે આ ઘટનાને અંજામ આપવામાં બાળકને સફળતા મળી છે.

CCTV કેમેરામાં કેદ થયું બાળક :
CCTV ફુટેજમાં બાળકનાં હાવભાવ જોઈને સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે, બાળક અગાઉ પણ આવાં પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. બાળકને કોઈએ તાલિમ આપી હોય એવું જણાઈ રહ્યું છે. એને આવાં પ્રકારની ચોરી કરવાની ખાસ તાલિમ આપવામાં આવી હોય એવું જણાઈ રહ્યું છે.

બાળકે તકનો લાભ ઉઠાવીને એવું પગલું ઉઠાવ્યું કે, એની પર કોઈને શંકા પણ ન ગઈ તથા એણે કુલ 20 લાખ જેટલી મોટી રકમ ચોરી લીધી હતી. પોલીસ હજુ સુધી મામલામાં ખાલી હાથ છે તથા એ બાળક સુધી પહોંચવાના તમામ પ્રયત્નો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *