હાલ સોશિયલ મીડિયા પર બીબીસીના કથિત લેખનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બ્લેક ફંગસને ગૌમૂત્ર સાથે જોડવામાં આવી છે. આ લેખમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય વૈજ્ઞાનિકને બ્લેક ફંગસના 9000 કેસોમાં ગૌમૂત્રનું લિંક મળ્યું છે. આ અંગે તપાસ કરતા આ દાવો નકલી હોવાનું બહાર આવ્યું છે. બીબીસીએ આવો કોઈ લેખ પ્રકાશિત કર્યો નથી. બીબીસીના નામનો દુરૂપયોગ કરીને મોર્ફડ કરેલી તસવીર વાયરલ થઈ રહી છે.
ફેસબુક પેજ કાશ્મીર લાઇવ ન્યૂઝે 25 મે 2021ના રોજ આ વાયરલ સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ પોસ્ટનું આર્કાઇવ કરેલ વર્જન અહીં ક્લિક કરીને જોઈ શકાય છે. આવી જ રીતે ફેસબુક યુઝર વસીમ ખાને પણ 26 મે 2021ના રોજ આ વાયરલ સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ પોસ્ટનું આર્કાઇવ કરેલું વર્જન અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
આ સ્ક્રીનશોટ બાયલાઈન Soutik Biswasનો હોવાનું કહેવામાં આવે છે. બીબીસી ટ્રસ્ટની સાઈટ પર Soutik Biswas વિશે જાણકારી મેળવવામાં આવી છે. અમને23 મે 2021ના રોજ બાયલાઈન દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં બ્લેક ફંગસના ચેપના લગભગ 9000 કેસ નોંધાયા છે. આ લેખમાં ગૌમૂત્રનો કોઈ ઉલ્લેખ નથી.
વાયરલ સ્ક્રીનશોટ અને બીબીસી વેબસાઇટ પર પ્રકાશિત વાસ્તવિક અહેવાલોની પણ તુલના કરવામાં આવી છે. બીબીસી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલોનો પહેલો ફકરો બોલ્ડ હોય છે. પરંતુ વાયરલ સ્ક્રીનશોટમાં આવું કઈ નથી. આ ઉપરાંત વાયરલ સ્ક્રીનશોટ્સ અને વાસ્તવિક રીપોર્ટના ફોન્ટ સાઈઝમાં પણ તફાવત છે.
At the 1,100-bed state-run Maharaja Yeshwantrao Hospital in Indore, the number of patients had leapt from eight a week ago, to 185 on Saturday evening. More than 80% of the patients need surgery immediately. https://t.co/WURNvANaBo #Covid19India #BlackFungus
— Soutik Biswas (@soutikBBC) May 23, 2021
Soutik Biswasના સોશ્યલ મીડિયા હેન્ડલ્સની પણ તપાસ કરવામાં અવી હતી. અમને તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ અથવા ફેસબુક પ્રોફાઇલ પર આવા કોઈ અહેવાલ મળ્યાં નથી. પરંતુ, અમને ટ્વિટર વપરાશકર્તાને Soutik Biswasનો રીપ્લાય મળ્યો છે. ઝિયા (@writziya) નામના એક ટ્વિટર હેન્ડલે વાયરલ સ્ક્રીનશોટ શેર કર્યો છે અને Soutik Biswasને ટેગ કર્યા છે અને પૂછ્યું છે કે શું આ તમારા સમાચાર છે? Soutikએ જવાબ આપ્યો કે, આ એક ફેક સમાચાર છે. તમે Twitter પર થયેલા સવાલ-જવાબ અહીં જોઈ શકો છે.
આ વાયરલ સ્ક્રીનશોટને લઈને Soutik Biswasનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે, આ ફેક સમાચાર છે. આ ઉપરાંત આ અંગે મેલના માધ્યમથી બીબીસીનો પણ સંપર્ક કર્યો હતો. બીબીસીના પ્રવક્તાએ અમને કહ્યું કે, તે એક નકલી પોસ્ટ હતી. તેમણે કહ્યું છે કે, અમે વાચકોને અમારી વેબસાઇટ bbc.com/newsની મુલાકાત લેવા વિનંતી કરીએ છીએ.
અમે આ વાયરલ સ્ક્રીનશોટ શેર કરતા ફેસબુક યુઝર Wasim Khanની પ્રોફાઇલ સ્કેન કરી છે. યુઝર્સ રામપુર, યુપીના રહેવાસી છે અને હકીકત તપાસ થાય ત્યાં સુધી આ પ્રોફાઇલમાં 328 ફોલોઅર્સ હતા. બીબીસીના નામનો ઉપયોગ કરીને આ સ્ક્રીનશોટ વાયરલ કરવાનું બહાર આવ્યું છે. બીબીસીએ બ્લેક ફંગસને ગૌમૂત્ર સાથે જોડતો કોઈ પ્રકારનો લેખ પ્રકાશિત કર્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.