‘અમને ઘરમાં પૂરી આગ ચાંપી દીધી છે, જલ્દી મદદ મોકલો…’ સવારમાં પોલીસને મળી દંપતીની લાશો

બીરભુમ હિંસા: પશ્ચિમ બંગાળ (West Bengal)ના બીરભૂમ (Birbhum)માં TMC નેતાની હત્યા બાદ હિંસા ફેલાઈ હતી. આરોપ છે કે અહીં ગુસ્સે ભરાયેલા ટોળાએ લગભગ એક ડઝન…

બીરભુમ હિંસા: પશ્ચિમ બંગાળ (West Bengal)ના બીરભૂમ (Birbhum)માં TMC નેતાની હત્યા બાદ હિંસા ફેલાઈ હતી. આરોપ છે કે અહીં ગુસ્સે ભરાયેલા ટોળાએ લગભગ એક ડઝન ઘરોમાં આગ(Fire) લગાવી દીધી હતી. આ દરમિયાન 8 લોકો બળીને મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 3 મહિલાઓ અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે તેઓ કેસની તપાસમાં લાગેલા છે, જો કે આ કેસમાં અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન આ ઘટના સાથે જોડાયેલી એક દર્દનાક કહાની સામે આવી રહી છે.

પશ્ચિમ બંગાળના બીરભૂમ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોમાં એક નવવિવાહિત કપલ ​​પણ સામેલ છે. મળતી માહિતી અનુસાર, લીલી ખાતૂન તેના પતિ કાઝી સાજીદુર સાથે શબેના બારાતની ખુશીમાં બગતુઈ ગામમાં તેના મામાના ઘરે આવી હતી. સોમવારે રાત્રે 12 વાગે સાજીદુરે તેના મિત્ર કાઝી માહિમને ધ્રૂજતા અવાજમાં ફોને કર્યો હતો, સાજીદુરે ફોન પર જણાવ્યું કે, અમને એક ઘરમાં મોકલીને સળગાવી દેવામાં આવ્યા છે. કોઈક રીતે પોલીસ મોકલવાની વ્યવસ્થા કરો. માહિમે તરત જ તેના પિતાને આ વાત કહી. પરંતુ આ પછી સાજીદુરનો સંપર્ક કરવાના પ્રયાસો નિરર્થક સાબિત થયા. જે બાદ મંગળવારે સવારે બંનેના સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા.

આ પછી સાજીદુરના ઘર નાનુરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીરભૂમના નાનુરના રહેવાસી સાજીદુરના લગ્ન આ વર્ષે જાન્યુઆરીમાં બગતુઈ ગામના મિઝારુલ શેખની છોકરી લીલી ખાતુન સાથે થયા હતા. સોમવારે બપોરે લીલી તેના પતિ સાથે બગતુઇ ગામમાં તેના મામાના ઘરે આવી હતી. બપોર સુધી બધું બરાબર હતું. પરંતુ રાત્રે 12 વાગે કાઝી માહિમને સાજીદુર બોલાવ્યા બાદ નાનુરમાં ખળભળાટ મચી ગયો હતો. અને બંને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મહાવિસ્ફોટ… પછી આગ શરૂ થઈ!:
રામપુરહાટના બોગતુઈ ગામના લોકો સોમવારે રાત્રે બોમ્બના અવાજથી જાગી ગયા અને જોયું કે ઘણા ઘરો આગની લપેટમાં આવી ગયા હતા. આ પછી લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડને પણ બોલાવ્યા. પરંતુ ત્યાં સુધીમાં આગ અનેક ઘરોને લપેટમાં લઈ ગઈ હતી. પોલીસે બળેલા ઘરમાંથી 7 મૃતદેહો બહાર કાઢ્યા હતા. જેમાં બે બાળકો પણ સામેલ હતા. તે જ સમયે, આ પછી હોસ્પિટલમાં 1 મૃત્યુ થયું.

લોકોએ ઘટનાને અંજામ આપનારાઓને માફ ન કરવા જોઈએ: પીએમ મોદી
બંગાળમાં બનેલી ઘટના પર પીએમ મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. બુધવારે તેમણે કહ્યું છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસક ઘટના પર હું સંવેદના વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે રાજ્ય સરકાર બંગાળની મહાન ભૂમિ પર આવા જઘન્ય પાપ કરનારાઓને ચોક્કસપણે સજા કરશે. પીએમએ કહ્યું કે હું બંગાળના લોકોને પણ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારાઓને ક્યારેય માફ ન કરે, જેઓ આવા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *