ઈંદોર-ઈચ્છાપુર હાઈવે (Indore-Ichchapur Highway) પર ઝીરી ગામ (Village) નજીક સોમવારની બપોરે 12.30 વાગ્યાના સુમારે કોમ્પ્યુટર બાબાની કાર (The car) ને સામેથી આવી રહેલ ગાડીએ ટક્કર મારી હતી. આ ઘટનામાં કોમ્પ્યુટર બાબાનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. જો કે, તેમના ડ્રાઈવરને ખુબ ઈજા પહોંચી હતી. જેથી ડ્રાઈવરને બુરહાનપુર જિલ્લાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો છે.
આપને જણાવી દઈએ કે, કોમ્પ્યુટર બાબા સાધુ-સંતો સાથે બુરહાનુપર જિલ્લાના ધુલકોટ ગામમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી કમલનાથની સભામાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. બાબાના જણાવ્યા મુજબ કારમાં તેમની સાથે 5 સાધુ-સંત હતા. કારની પાછળ પણ એક ગાડી હતી. તેમની કારને ઝીરી ગામ નજીક સામેથી આવી રહેલ એક ટ્રકે ટક્કર મારી હતી.
આ ઘટના પછી હાઈવે પર ભીડ એકત્ર થઈ ગઈ હતી. ખૂબ જ ગભરાઈ જવાને કારણે કોમ્પ્યુટર બાબાનું BP વધી ગયું હતું. તેઓ માર્ગના એક કિનારે ઊંઘી ગયા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે, ગાડીના એક ટાયરમાં પંક્ચર થઈ ગયું હતું કે, જેથી સંતુલન ન રહેતા સામેથી આવી રહેલ કોમ્પ્યુટર બાબાની કારને ટક્કર લાગી ગઈ હતી.
આ દુર્ઘટનામાં કારની આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થયો હતો. આ ઘટના પછી કોમ્પ્યુટર બાબાએ આરોપ લગાવ્યો હતો કે, આ એક ષડયંત્ર છે. જેની તપાસ થવી જોઈએ. ગાડી જોઈ તમે સમજી જશો. અમને શા માટે પરેશાન કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.