જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવતા જ કેટલીક રાજ્ય સરકારો અને કંપની દ્વારા ત્યાં વ્યવસાય હેતુથી કોઈ યોજના શરૂ કરવાની ઇચ્છા જાહેર કરવાની શરૂઆત કરી દીધું છે. સોમવારે સવારે જ્યારે સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો દેવાવાળા અનુચ્છેદ 35A લગાવવામાં આવી અને 370 ને પૂર્ણ કરવામાં આવી તે સમયે ઘણી બધી કંપનીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ફેક્ટરી નાખવાની રજૂઆત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી જય કુમાર રાવલે કહ્યું છે કે, અમે લદાખમાં રિસોર્ટ બનાવવા ઈચ્છીએ છીએ કારણકે ત્યાં માર્ગો મોકળા થઈ ગયા છે. આ માટે અમે ત્યાં જમીન ખરીદશું. આ મુદ્દા ઉપર અમે ટૂંક સમયમાં નિર્ણય લઇશું. એટલું જ નહીં એશિયાની સૌથી મોટી હેલ્મેટ કંપની સ્ટીલબર્ડ હાઇટેક પણ કાશ્મીરમાં ફેક્ટરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
હવે હું કાશ્મીરમાં જમીન ખરીદીશ.
આ હેલમેટ કંપનીના ચેરમેન સુભાષ કપૂરે કહ્યું છે કે, હાલમાં જમ્મુ કાશ્મીરમાં ખેતી અને હસ્તકલા કારીગરી ને લગતા વ્યવસાય સૌથી વધુ છે. પરંતુ અમે ઓક્ટોબરમાં થનારા રોકાણકાર સંમેલનમાં ત્યાં ફેક્ટરી બનાવવાની આયોજનની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. અમને આશા છે કે, તેનાથી કંપનીઓને ખીણમાં સમાન નિયમો હેઠળ કામ કરવામાં મદદ મળશે. જાણકારી માટે જણાવી દઈએ કે, સ્ટીલબર્ડ હાઇટેક દ્વારા પહેલાં હિમાચલ પ્રદેશમાં હેલ્મેટ બનાવવાનો પ્લાન કર્યો હતો. પ્લાન અનુસાર 150 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હતું. અને હવે ઉત્પાદનની ક્ષમતા વધારીને 44,500 હેલ્મેટ પ્રતિદિન બનાવવાનો નિર્ણય કર્યો છે.