અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં અમદાવાદમાંથી એન્જીનીયરનો વિદ્યાર્થી બન્યો બનાવટી પોલીસ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, પોલીસનો યુનિફોર્મ પહેરીને નરોડા વિસ્તારમાં માલ વાહક વાહનોને રોકીને રૂપિયા પડાવી રહ્યો હતો અને તેની બાતમી મળતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
જોકે, આરોપી શા માટે આ પ્રકારનો ગુનો આચર્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, નરોડાના હંસ પૂરા બસ સ્ટેન્ડ નજીક એક યુવક પોલીસનો યુનિફોર્મ પહેરીને માલ વાહક વાહન ચાલકોને રોકીને પોલીસનો રોફ જમાવી રૂપિયા પડાવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં આરોપી સૈજ પુર બોઘાનો રહેવાસી અને તેનું નામ મિહિર મોદી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, આરોપી કોમ્પ્યુટર એન્જીનીયરનો વિદ્યાર્થી હોવાનું પણ જાણવા મળ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, પોતે યુનિફોર્મ રવિવારી બજારમાંથી લાવ્યો હતો.
આરોપી પાસેથી પોલીસ દ્વારા એક મોબાઇલ, એક્ટિવા અને પોલીસનો યુનિફોર્મ અંગ્રેજીમાં મિહિર મોદી લખેલ નેમ પ્લેટ પણ કબ્જે કરવામાં આવ્યા છે. જોકે, તે શા માટે ડુપ્લીકેટ પોલીસ બનીને રૂપિયા પડવતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.