તાજેતરમાં ગુજરાતના મહેસાણાના વિસનગરમાં નકલી લાયસન્સ બનાવવાનો પર્દાફાશ થયો છે. પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા શખ્સ પાસેથી નકલી લાયસન્સ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ચાર નકલી લાયસન્સ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળ્યું છે કે, મહેસાણાના વિસનગરમાંથી નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. વિસનગર LCB દ્વારા નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. મહત્વું છે કે, ગ્રાહકોના ટેસ્ટ વગરના લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હતું. જેની LCBને બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વસીમખાન ચૌહાણ નામના શખ્સ પાસેથી 4 જેટલા નકલી લાયસન્સ મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, વસીમખાન ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહક સેવા નામની દુકાન ચલાવે છે અને તે ગ્રાહકોને ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનું કહેતો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા ગ્રાહક સેવા દુકાન પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અને આરોપી વસીમખાને અત્યાર સુધીમાં કેટલા લોકોને આવા નકલી લાયસન્સ કાઢી આપ્યા છે.
આ લાયસન્સ કોને કોને આપ્યા છે તેમજ વસીમખાન નકલી લાયસન્સ બનાવવાનો ધંધો કેટલા સમયથી કરે છે તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વસીમખાન ચૌહાણ નામના શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ જે લોકોએ નકલી લાયસન્સ મેળવ્યા છે તેમની સામે પણ તપાસ કાર્યવાહી હાથ ધરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.