દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ 5 તારીખથી ચાલુ થઇ ગઈ છે. ત્યારે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવા માટેનું નકલી રીસીપ્ટ બનાવવાના કૌભાંડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસની ટુકડીએ ગત રાત્રીના રેડ કરી આધુનિક સાધનો સાથે નકલી રીસીપ્ટ સહીત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આ પ્રકરણમાં જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં આજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ શરુ થઇ છે, ત્યારે સબ સલામત હોવાના દાવા કરતા શિક્ષણ વિભાગને મોટી લપડાક મારે તેવું એક મોટું કૌભાંડ જૂનાગઢ પોલીસે ઝડપી પડ્યું છે.
બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવો સરળ: આરોપી પ્રવીણ ગઢવી
બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવો એટલો સરળ છે કે મેં ખુદ બીજાની જગ્યાએ નકલી રિસિપ્ટથી પરીક્ષા આપી હતી આવા જ વિચાર સાથે વર્ષ 2009માં પકડાયેલા આરોપી પ્રવીણ ગઢવી સહિત અન્ય બે આરોપી જૂનાગઢ એસઓજીને હાથ લાગ્યા છે. આ આરોપી પાસેથી ધો.10 અને 12ની નકલી રિસીપ્ટ બનાવાનો મોટો સામાન હાથ લાગ્યો છે. તેઓ આ વર્ષે કુલ 47 જેટલા વિદ્યાર્થીઓની નકલી રિસિપ્ટ બનાવાની પેરવીમાં હતા.
47 જેટલી નકલી રીસીપ્ટ, આધુનિક સાધનો સહિત ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે એક પ્રેસ કન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે, કાવતરાખોર ત્રણ આરોપીઓ 44 વિદ્યાર્થીઓ સહીત કુલ 47 સામે ફોર્જરી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌરભ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓ વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ હાજરથી લઈને 20 હાજર સુધીની રકમ લઈને નકલી રીસીપ્ટ બનાવી આપતા હતા. જોકે પોલીસ જયારે દરોડો પાડ્યો ત્યારે 44 વિદ્યાર્થીઓની જે નકલી રીસીપ્ટ ઝડપાઇ હતી તેમાં જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
કેવી રીતે તૈયાર થતી હતી નકલી રિસિપ્ટ ?
કેશોદનો રણજીત ગઢવી અને પ્રવીણ સોલંકી
વિદ્યાર્થીઓની અસલી રિસિપ્ટ અને ડમી વિદ્યાર્થી તરીકે બેસનારના ફોટો મોકલાવતા
રાજેશ ગુજરાતી સ્કેનર અને ઝેરોક્ષની મદદથી નકલી રિસિપ્ટ તૈયાર કરતો
જરૂરી સ્કુલના બનાવટી રબર સ્ટેમ્પ, સહિ સિક્કા કરી આપીને પરત કરતો
ચોથો આરોપી હજુ ફરાર
આ કોભાંડમાં રાજેશ ગુજરાતી, રાણાભાઇ ગઢવી, પ્રવીણ ગઢવી જ્યારે રણજીત ગઢવી નામનો ચોથો આરોપી હજુ પોલીસને હાથ લાગ્યો નથી. પકડાયેલા આ શખ્સોમાં રાજેશ ગુજરાતની ઘરે બાતમીના આધારે દરોડા પાડતા ધો.10 અને 12ની વાર્ષિક પરીક્ષાની નકલી રિસિપ્ટ તૈયાર કરવાનો મોટો જથ્થો મળી આવ્યો. આ બાબતે વધુ પૂછપરછમાં કેશોદનો રણજીત ગઢવી તથા બામણસાના પ્રવીણ સોલંકી વિદ્યાર્થીઓની ઓરિજનલ રીસીપ્ટો અને જે વિદ્યાર્થી ડમી તરીકે બેસવાનો હોય તેનો ફોટો આપી જતા. જે બાદ રાજેશ ગુજરાતી સ્કેનર અને ઝેરોક્ષ વડે ડુપ્લીકેટ રીશીપ્ટ તૈયાર કરતો. તેમાં જરૂરી સ્કૂલના બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેમાં સહી સિક્કા કરી આપીને પરત કરી દેતો હતો. આ સમગ્ર કૌભાંડમાં 44 વિદ્યાર્થીઓ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં પુર્વ નગરસેવકના બે સંતાનોના નામ નો પણ ઉલ્લેખ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટરના બે સંતાનોના પણ નામ ?
પોલીસે પકડી પાડેલ ૪૪ રીસીપ્ટમાં બે વિદ્યાર્થીઓઓ એવા છે, જે બંને જૂનાગઢ ભાજપના એક પૂર્વ કોર્પોરેટરના સંતાન છે. જેઓના નામ હાલ પોલીસે ફ્રિયાદમાં આરોપી તરીકે દાખલ કર્યા છે. આ અંગે હાલ પોલીસે મૌન સેવી લીધું છે, તે મુદ્દે તપાસ કરીને સ્પષ્ટ કહી શકાય તેવું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.