વડોદરા(ગુજરાત): હાલમાં વડોદરા(Vadodara)માં એક પરિવારે અંગદાન કરીને માનવતા મહેકાવી છે. મળતી માહિતી મુજબ, 4મે ના રોજ વડોદરામાં રહેતા 33 વર્ષીય સચિન બ્રહ્મભટ્ટ(Sachin Brahmbhatt) નામના વ્યક્તિનો ડભોઇ વેગા(Dabhoi Vega) ચોકડી નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માત(Accident)ની ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
જેથી તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ન્યૂરોસર્જન, ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ દ્વારા સારવાર કરવા છતાં પણ બુધવારે સચિન બ્રહ્મભટ્ટનું મોત નીપજ્યું હતું. સચિનને બ્રહ્મભટ્ટના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
સચિનના મૃત્યુ બાદ તેની પત્ની અને પરિવારના સભ્યોને અંગોનું દાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવાર અને સચિનની પત્ની અંગદાન માટે સંમત થયા હતા. તો ગઈકાલે સચિનના ફેફસાં, લીવર, બંને કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, તેના ફેફસાને હવાઈમાર્ગે ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, બંને કિડની અને લિવર અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, સચિનના અંગદાનના કારણે પાંચ લોકોને નવું જીવનદાન મળશે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ત્રણ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ બારોટ સમાજના હોવાનું જાણવા મળ્યું છે.
સચિનના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પરંતુ, હાલ સચિનના અંગદાનની ચર્ચા ચારે બાજુ ચાલી રહે છે. લોકો સચિનના પરિવારને આશ્વાસન આપી રહ્યા છે. સચિનના પરિવારજનો દ્વારા અંગદાન કરીને પાંચ લોકોની નવું જીવનદાન આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.