પિતા કેન્સરગ્રસ્ત થતા બન્ને દીકરીઓ ભણતર છોડીને કામ કરવા માટે બની મજબુર- અનેક મુશ્કેલી વચ્ચે જીવન ગુજારી રહ્યો છે સુરતી પરિવાર

ગુજરાત: બીમારી (Illness) લોકોની સાથોસાથ એમના પરિવાર (Family) નાં પણ હાલ બેહાલ કરી દેતી હોય છે. તેમાં પણ ઘરના કમાનાર મોભી જ જો ગંભીર બીમારીનો…

ગુજરાત: બીમારી (Illness) લોકોની સાથોસાથ એમના પરિવાર (Family) નાં પણ હાલ બેહાલ કરી દેતી હોય છે. તેમાં પણ ઘરના કમાનાર મોભી જ જો ગંભીર બીમારીનો ભોગ બને તો બાદમાં પરિવારની આર્થિક કમર પણ તૂટી જતી હોય છે ત્યારે કેન્સર (Cancer) જેવી ભયંકર બીમારીની સારવારમાં પટકાયેલા આવા જ એક પરિવારની કહાની સામે આવી છે.

શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ચોવટીયા પરિવારની હાલત દુષ્કર બની ગઈ છે. એનું એકમાત્ર કારણ એ છે કે, ઘરના મોભીને છેલ્લા 3 વર્ષથી કેન્સરે ભરડો લેતા પરિવારે અભ્યાસ કરતી બન્ને દીકરીઓને કામ પર વળગાડી દેવામાં આવી છે કે, જેથી પરિવારના પેટનો ખાડો પૂરાઈ શકે. પૈસાના અભાવે યોગ્ય સારવાર ન થતાં શરુ સારવારે કેન્સરે માથું ઊંચકતાં પરિવાર દયનિય હાલતમાં મૂકાયું છે.

વર્ષ 2018માં કેન્સરનો ભોગ બન્યાં:
અમરેલી જિલ્લાના વતની મુકેશભાઈ ચોવટીયા કે, જેઓ છેલ્લા 12 વર્ષથી પરિવારની સાથે સુરતમાં રહે છે. જો કે, વર્ષ 2018 માં તેઓ કેન્સરનો શિકાર બન્યાં હતાં. આની માટે તેમણે કેન્સરની સારવાર પણ શરૂ કરાવી દીધી હતી. જો કે, 3 જ વર્ષમાં કેન્સર ઘટવાને બદલે વધવા લાગ્યું હતું જયારે બીજી બાજુ પોતાનો ધંધો ઠપ થતા આર્થિક સ્થિતિ નાજુક થઈ છે.

કેન્સરની બીમારીમાં પણ કામ ન છોડ્યું:
મુકેશભાઈ ઘરે સાડી પર લેસ લગાવવાનું મશીન ચલાવી ગુજરાન ચલાવતા હતા. આજથી 3 વર્ષ અગાઉ તેઓ કેન્સરગ્રસ્ત થયા હતા. સારવાર પછી હાલત સુધરી હતી પણ હાલમાં છેલ્લા ઠોસ મહિનાથી તેમની સ્થિતિ વધારે લથડતા તેઓ સતત પોતાની રીતે લેસનું કામ કરીને આજીવિકા મેળવી લઈ રહ્યા હતા.

કેન્સર ઘટવાની જગ્યાએ વધ્યું:
મુકેશભાઈ ચોવટીયા જણાવે છે કે, વર્ષ 2018માં મને કેન્સર થયું હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ખુબ સારવાર કરાવીને અનેકવિધ મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યા હતાં. આટલો બધો ખર્ચો કર્યા પછી પણ યોગ્ય રીતે નિદાન થયું હતું કે, કેમ એમ છતાં ફરી એકવાર કેન્સરની પીડા વધી ગઈ છે.

કેન્સરની સારવારમાં ઘરની આર્થિક પરીસ્થિતિ ખૂબ બદતર થઈ ગઈ છે પણ હજુ સુધીમાં તેમની કેન્સરની સારવાર શરૂ થઇ શકી નથી. સોશિયલ મીડિયા મારફતે તેમણે તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે અપીલ કરી હતી.

દીકરીઓએ ભણતર છોડ્યું:
મુકેશભાઈના પત્ની રિયા ચોવટીયા જણાવે છે કે, મારે 2 દીકરી તેમજ એક દીકરો છે. પતિને કેન્સર થતા બન્ને દીકરીઓનું ભણતર બંધ કરી દેવાયું છે. મારી દીકરી ધોરણ 11ના વર્ગમાં પ્રથમ ક્રમે આવી હતી. ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં પણ આર્થિક સ્થિતિ લથડતા કામે જવું પડ્યું હતું. હાલમાં મારી બન્ને દીકરીઓ કામ પર જાય છે તેમજ તેઓ કમાઈને લાવે છે, ત્યારે ઘર ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *