ગુજરાતમાં સળગશે ખેડૂત આંદોલનની આગ- જાણો પાટીદાર અનામત આંદોલન સમિતિએ કરી શેની જાહેરાત

ગુજરાતમાં હજુ ખેડૂત આંદોલનની ઉગ્રતા જોવા નથી મળી ત્યારે હવે પાટીદાર અનામંત આંદોલનથી ગુજરાતની ભાજપ સરકારના દાંત ખાટા કરનાર પાટીદાર નેતા અલ્પેશ કથીર્યાએ\ 26 જાન્યુઆરી…

ગુજરાતમાં હજુ ખેડૂત આંદોલનની ઉગ્રતા જોવા નથી મળી ત્યારે હવે પાટીદાર અનામંત આંદોલનથી ગુજરાતની ભાજપ સરકારના દાંત ખાટા કરનાર પાટીદાર નેતા અલ્પેશ કથીર્યાએ\ 26 જાન્યુઆરી ના રાષ્ટ્રીય પર્વ નિમિતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શું છે પાટીદાર અનામંત આંદોલન સમિતિની માંગ? કરો એક નજર:

વગર સંસદ સત્ર બોલાવ્યેની  લાગુ કરવામાં આવેલ 3 ખેડૂતની ચિંતા વધારનારા કૃષિ કાયદાને લઇ સમગ્ર દેશ માં ખેડૂતોનો વિરોધ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકાર ને ટકોર કરવામાં આવી છે કે આ કાયદામાં યોગ્ય નિર્ણય લેવામાં આવે અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદાને અટકાવવામાં આવશે.

આ સિવાય જાહેરાતમાં કહેવાયું છે કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલ યુવાનો ઉપર ના કેસો પાછા ખેંચવાની વાતગુજરાત સરકાર દ્વારા અનેકવાર કરવામાં આવી છે પરંતુ હજી સુધી કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી
યુવાનો કોર્ટ કચેરી ના ધક્કાઓ ખાઈ રહ્યા છે.

અન્ય એક એવી માંગ છે કે, સુરત શહેર ના વરાછા વિસ્તાર માં લાખો ની જન સંખ્યા વસી રહી હોય ત્યારે ત્યાં છેલ્લા અનેક વર્ષોથી એક સરકારી કોલેજ ઉભી નથી કરી શક્યા તે જનતાની કે રાજકીય આગેવાનોની જેની ખામી ગણો તે ખામી રહી છે ત્યારે હવે આ વિસ્તાર ની અંદર ફરજિયાત પણે એક સરકારી કોલેજની જરૂરિયાત અને માંગ ઉભી થઇ છે. ત્યારે તેના સમર્થન ની અંદર આ તિરંગા યાત્રા માં જોડવા માટે તમામ લોકો ને આમંત્રણ છે.

આ પદયાત્રાનું આયોજન 26 જાન્યુઆરી 2021 ના રોજ સવારે 9 કલાકે સરથાણા સ્થિત શહીદ સ્મારક થી સરદાર
પ્રતિમા, માનગઢ ચોક, મિનિબઝાર, વરાછાથી કરાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *