ભણવા માટે ઘર પણ ગીરવી રાખ્યું, આજે દીકરો છે IAS ઓફિસર- વાંચવા જેવી છે આ સફળ કહાની

રાજેશ પાટિલ વર્ષ 2005માં ઓડિશા કેડરમાંથી IAS બન્યા હતા. તે હાલમાં મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે. તે જલગાંવ જિલ્લાના ગરીબ પરિવારમાંથી છે તેમનું એક પુસ્તક પણ છે જેનું નામ ”Tai mi Collectory vhayanu” (मां मैं कलेक्टर बन गया) છે. રાજેશના પરિવાર પર ઘણું દેવું હતું. આવી સ્થિતિમાં રાજેશ નાનપણથી જ ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત હતા.

તે ત્રણ બહેનોમાં એક ભાઈ છે. કુવાની મદદથી તેની ત્રણ એકર જનીનમાં ખેતી કરવામાં આવતી હતી. તે વરસાદના પાણી પર જ આધારીત રહેતા હતા. ઘરની આવક પણ વધારે ન હતી. આવી સ્થિતિમાં, તેમણે શાળા છોડી દીધી અને બીજાના ખેતરમાં પણ કામ કરતા હતા. તે ભણવામાં હોશિયાર હતા. પરંતુ, તે કામમાં ઘણો સમય પસાર કરતા હતા. તેમ છતાં આજે તે સમર્પણ અને સખત મહેનતથી એક કલેક્ટર છે.

તે કહે છે કે, નાનપણમાં મને સમજાયું હતું કે, ગરીબીમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો શિક્ષણ છે. આવી પરિસ્થિતિમાં હું ગમે તેટલો થાકી ગયો હોવ તો પણ હું ભણતો હતો. આ દરમિયાન મારી માતાએ મને અભ્યાસ તરફ આકર્ષિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

એકવાર તેણે ઘર પણ ગીરવી રાખવું પડ્યું હતું. તે નોકરી કરવા માંગતો હતો. પરંતુ પરિવારના સભ્યોએ કહ્યું કે, આર્થિક સ્થિતિની ચિંતા કરવાની જરૂર નથી. તેઓ ઇચ્છતા હતા કે હું કલેક્ટર બનવાનું મારું સપનું પૂરું કરું. મરાઠી સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ તેને ભાષાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

પરંતુ, તે અટક્યો નહીં અને આગળ વધતો રહ્યો. તે નાનપણથી જ જોતા આવે છે કે, કેવી રીતે સ્થાનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર થાય છે. બર્થ સર્ટિફિકેટથી લઈને ડેથ સર્ટિફિકેટ અને અન્ય સરકારી યોજનાઓ સુધી ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. હવે તે આમાં પરિવર્તન લાવવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *