લસણના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ લસણ રસ્તા પર ફેંક્યું ત્યાં આવી ગઈ પોલીસ અને…

દેશની સૌથી મોટી સંપતી જો હોય તો એ આપણા ખેડૂત ભાઈઓ છે, જેમની મહેનતથી આપણને રોજ જમવાનું પૂરું પડી રહે છે, આપડે જે ખાવાનું જોઈએ તે આપણને ખેડૂત પૂરું પાડી દે છે, અને આપણે ખેડૂતોને શું આપીએ ચ્ચીએ? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. ખેડૂતો આપડા માટે જે મહેનત કરે છે બદલામાં ખેડૂતોને શું મળે છે? આ સવાલનો જવાબ ખરેખર દેશની 80 ટકા વસ્તી નહિ જાણતી હોય.

ગુજરાતના રાજકોટ શહેરમાં ધિરાણ ન મળવા અને પાકના ભાવ મુદ્દે કિસાન સંઘ અને ખેડૂત આગેવાનો એકત્ર થયા હતા. અને રસ્તા પર લસણ ઢોળી વિરોધ કર્યો હતો. જો કે ઉગ્ર વિરોધ કરે તે પૂર્વે જ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત અંદાજીત 25થી વધુ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અન્ય નાના-નાના ગામોમાંથી આવતા ઘણા ખેડૂતોને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા. જો કે અટકાયત કરતી વેળાએ દિલીપ સખીયા સહિત ખેડૂત આગેવાનોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા.

ખેડૂતોના તમામ પ્રશ્નને લઈને ખેડૂત આગેવાનો દ્વારા શહેરના રેસકોર્સ રિંગ રોડ પર વિરોધ પ્રદશિત કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ લસણ-ડુંગળીના ભાવ અને ધિરાણના જુદા-જુદા પ્રશ્નોને લઈને વિરોધ કર્યો હતો. જો કે ખેડૂતોએ રસ્તા પર જ લસણ ઢોળીને વિરોધ કર્યો હતો. ખેડૂતો ઉગ્ર વિરોધ કરે તે પહેલા જ પોલીસે 25થી વધુ ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *