હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજધાની દિલ્હી અને ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં 29 ઓગષ્ટ એટલે કે રવિવારથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી શુક્રવારના રોજ આપવામાં આવેલી માહિતી મુજબ, 31 ઓગષ્ટ સુધી મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, સહિત ઘણાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ભારતના રાજ્ય કેરળના અમુક જિલ્લામાં 28 અને 29 ઓગષ્ટ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ચોમાસાની હળવી ગતિવિધિઓનો સામનો કરી રહેલા ગુજરાતને મહિનાના અંત સુધીમાં વરસાદ પડી શકે છે અને ખેડૂતોને રાહત મળી શકે છે. હવામાન વિભાગ તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ 27 થી 29 ઓગષ્ટની વચ્ચે ઓડિશા, આંધ્ર પ્રદેશ, 27 થી 31 ઓગષ્ટની વચ્ચ તેલંગાણા, 28 થી 29 ઓગષ્ટની વચ્ચે છત્તીસગઢ, ઝારખંડ, 29 થી 31 ઓગષ્ટની વચ્ચે વિદર્ભ અને મધ્ય પ્રદેશ, 30 થી 31 ઓગષ્ટની વચ્ચે ગુજરાતમાં, 30 ઓગષ્ટે મરાઠવાડા અને 31 ઓગષ્ટે ઉત્તર કોંકણ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ સાથે જ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારો, તામિલનાડુ અને કેરળમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 28 અને 29 ઓગષ્ટે ત તામિલનાડુ અને કેરળનમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 29 ઓગષ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે કેરળના 6 જિલ્લાને 28 અને 29 ઓગષ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોએ શનિવારે રાજ્યના બીજા જિલ્લા માટે પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. IMDA 28 ઓગષ્ટ માટે ઈડુક્કી, પાલક્કાડ, મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ અને કન્નૂર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.