સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન સુરતમાં વીડિયો બનાવવાની બાબતે ઝગડો થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેને લઇને એક ફેશન ડિઝાઈનર યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન આખું માથે લીધુ હતું. ત્યારે આ સમગ્ર ઘટનાને સ્થાનિક દ્વારા વીડિયોમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
સુરતમાં એક ફેશન ડિઝાઈનર યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. 19 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવતીએ તેનો મિત્ર અબ્દુલ મજીદ નઝીરની અટકાયતી પગલાં ભરતા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. યુવતી પોતાના મિત્ર સાથે વોક વે પર ફરવા ગઇ હતી અને તે દરમિયાન વીડિયો બનાવી રહી હતી. જોકે, તે સમયે ત્યાં પાણી વેચનાર મહિલાએ વીડિયો ઉતારવાની ના પાડી હતી.
જે બાબતે અબ્દુલ અને પાણી વેચનાર મહિલા રશ્મિ વચ્ચે લડાઈ થઈ હતી. ઝગડો થતા પાણી વેચનાર રશ્મિએ 181 માં કોલ કર્યો હતો. જેના કારણે બંને પક્ષકારને ઉમરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં પોલીસ દ્વારા અબ્દુલ સામે અટકાયતી પગલાં ભરવામાં આવતા તેની મિત્ર ફેશન ડિઝાઈનર યુવતી દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. યુવતી ઉમરા પોલીસ સ્ટેશનની બહાર સૂઈ ગઈ અને નોટંકી શરુ કરી હતી.
જોકે, મહિલા પોલીસ દ્વારા વારંવાર સમજાવવા છતાં યુવીત ન માનતા પોલીસે સખ્તાઈ કરવી પડી હતી. પોલીસે હંગામો મચાવનાર યુવતી વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો, વીડિયો સ્થાનિક દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં શેર કરતા હાલ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સુરતમાં ફેશન ડિઝાઈનર યુવતીએ પોલીસ સ્ટેશન લીધું માથે, વીડિયો થયો વાયરલ pic.twitter.com/k1drJULgNH
— Trishul News (@TrishulNews) February 23, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle