રેલ્વે પ્લેટફોર્મ પર અસામાજિક તત્વોએ યુવક પર ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો- જુઓ CCTV વિડીયો

વડોદરા(ગુજરાત): આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. આ દરમિયાન વડોદરાના રેલવે સ્ટેશન પર એક ફેરિયા પર હુમલાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બનાવ અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ફેરિયાને ચપ્પાના ઘા ઝીંકીને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો છે. આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત, રેલવે પ્લેટફોર્મ પર લોકોની અવરજવર હતી ત્યારે જ આ રીતે ખુલ્લેઆમ એક યુવક પર હુમલો થયો હોવાની વાતથી સુરક્ષા ઉપર પણ સવાલ ઉભા થયા છે. આ યુવક ચપ્પુ લઈને રેલવે પ્લેટફોર્મ સુધી કેવી રીતે પહોંચી ગયો તે પણ મહત્વનો સવાલ છે.

મળતી માહિતી મુજબ, વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ફેરિયા પર ચપ્પુથી હુમલો થયો છે. જાણવા મળ્યું છે કે, 36 વર્ષીય મનોજકુમાર રામ શૃંગાર ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ મનોજકુમારને સારવાર માટે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં હુમલાખોર 19 વર્ષીય યુવક કુંદન દુબેને પરશુરામ ભઠા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, લાલ રંગનું ટી-શર્ટ પહેરેલો એક વ્યક્તિ પ્લેટફોર્મ પર આવે છે અને પીડિત યુવક સાથે વાતચીત કરે છે. ત્યારબાદ તે અચાનક પોતાના પગના બૂટના ભાગે છૂપાવી રાખેલું ચપ્પુ બહાર કાઢે છે અને પીડિત પર પ્રહાર કરે છે. આ દરમિયાન, પીડિત પણ પ્રતિકાર કરે છે. ચપ્પાથી હુમલા બાદ હુમલાખોરને ત્યાંથી ભાગતો જોઈ શકાય છે.

જાણવા મળ્યું છે કે, વડોદરાના બીજા એક બનાવમાં પાદરાના મોભા ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગે અવાવરું જગ્યામાંથી આધેડ રાજુ જયસ્વાલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા આધેડના પુત્ર સમરજીતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાજુ જયસ્વાલના પુત્ર સમરજીત ઉર્ફે કલ્લુએ જ પિતાની હત્યા કરી હતી. સમરજીતે પોતાના એક સાગરીતની મદદ લઈને પિતાને ગળાફાસો આપી દીધો હતો. ત્યારબાદ માથાના ભાગે લોખંડની પાઈપ ફટકારી દીધી હતી. રાજુએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે, તેના પિતાના અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા અને તેઓ તેની પાછળ પૈસા ખર્ચ કરી નાખતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *