Navasari Accident: વાંસદા-ધરમપુર હાઇવે પર આવેલા જામલીયા ગામના એચ.પી.ગેસના ગોડાઉનની(Navasari Accident) સામે ગઈ કાલે સવારે અંતાપુર ડોલવણથી બાઈક ઉપર પિતા-પુત્રી બરૂમાળ ધરમપુર જઈ રહ્યાં હતા. એ દરમિયાન સામેથી આઇસર ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતાં પિતા-પુત્રીને ગંભીર ઈજા પહોંચતા મૃતકપિતા પુત્રીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ અકસ્માતને કારણે આખા પરિવારમા શોકનો માહોલ છવાઇ ગયો છે.
પરિવારમાં શોકનો માહોલ
ડોલવણ તાલુકાના અંતાપુર પેલાડ ફળિયાના દીપકભાઈ સુરેશભાઈ ચૌધરી (ઉ.વ. 42) તેમની દીકરી મનીષા ચૌધરી (ઉ.વ.20) સાથે બરૂમાળ ધરમપુરમાં શ્રી અખંડ વિદ્યા આરણ્યક બી. એડ.કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરીને મૂકવા બાઈક (નં. જીજે-26-બી-3717) ઉપર જઈ રહ્યાં દરમિયાન હતા. તે દરમ્યાન વાંસદા-ધરમપુર હાઇવે પર આવેલા જામલીયા ગામ પાસે એચ.પી. ગેસના ગોડાઉનની સામે સવારે સામેથી ટેમ્પો (નં.જીજે-5-યુયુ-3167 )નો ચાલક આલોક વિનોદભાઈ ગાંવિત (રહે. લીમઝર, પાંચાલ ફળિયા, તા.વાંસદા)એ દીપભાઇની બાઈકને રોંગ સાઈડમાં આવી અડફેટે લીધી હતી. જેને પગલે બાઇક પર સવાર પિતા-પુત્રી રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાને પગલે મનીષા ચૌધરીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે દીપભાઈ ચૌધરીને કોટેજ હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસે અસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી
આ વાતની જાણ વાંસદા પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બન્નેના મૃતદેહ હોસ્પિટલ લાવી પી.એમ રૂમમાં મૂક્યા હતા. મૃતકના પુત્ર નિલેશ દીપકભાઈ ચૌધરી (રહે. અંતાપુર)એ ટેમ્પો ચાલક વિરૂદ્ધ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે અસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારમાં પુત્ર નિલેશ અને પત્ની આશાબેનને વિલાપ કરતા મૂકી ગયા હતા.
આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
અકસ્માતમાં વાંસદા પોલીસે તપાસ કરતા આરોપી ચાલક ના કહેવા મુજબ તેનું સ્ટેરીંગ લોક થઈ ગયું હતું જેના કારણે વાહન વાળવું મુશ્કેલ થયું હતું જેને લઇને અકસ્માત થયો હતો જેને આધારે આજે વાંસદા પોલીસ આરટીઓ પરીક્ષણ કરી ખરેખર વાહન નું સ્ટેરીંગ લોક થયું હતું કે કેમ તેની તપાસ હાથ ધરશે હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ વાંસદા સિનિયર પી.એસ.આઇદ્વારા કરવામાં આવી રહી છે.પિતા પુત્રના મોતના પગલે તેનો પરિવાર ઘેરા શોકમાં છવાઈ ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube