Surat Rape Case: સુરત શહેરમાંથી ધ્રુજાવી દેતી ઘટના પ્રકાસમાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં દીકરીઓ સાથે થતી ક્રુરતા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે રાજ્યના સુરત શહેરમાંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે.
ગુજરાતના સુરતમાં 13 વર્ષની સગીરાએ 5 લોકો સામે દુષ્કર્મનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. સગીરાનું કહેવું છે કે તેના જ પિતા, ભાઈ અને અન્ય ત્રણ લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે લોકોની અટકાયત કરી હતી. સાથે જ એક સગીર છોકરાની પણ અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે મામલો ગંભીર છે, તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
હકીકતમાં, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાએ તેના પિતા, કાકા, બે ભાઈઓ અને એક સગીર છોકરા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. અડાજણ પોલીસ મથકે પહોંચેલા સગીરાએ ગુનો દાખલ કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું કે, જ્યારે તે 6 મહિનાની હતી ત્યારે તેને અડાજણ વિસ્તારમાં રહેતા પરિવારે અનાથાશ્રમમાંથી દત્તક લીધી હતી.
પીડિતાએ વધુમાં જણાવ્યું કે, જેમ જેમ તે મોટી થવા લાગી… ત્યારે તેના પિતા, કાકા, બે ભાઈઓ અને અન્ય એક સગીર યુવકે તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું. સગીરે વધુમાં કહ્યું કે આ લોકો લાંબા સમયથી તેની સાથે ખોટું કામ કરી રહ્યા છે. સગીરની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે 5 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.
માહિતી આપતાં સુરત એસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું કે, મામલો ગંભીર છે. ચાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જેમાંથી એક સગીર છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે પણ હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સગીર યુવતીનું મેડિકલ પણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.