Father burnt daughter-son-in-law house, Surat: સુરત (Surat) શહેરમાંથી કાળજુ કંપાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. એક પિતાએ જ પોતાની દીકરી અને જમાઈનું ઘર સળગાવી દીધું હતું. હેવાન બનેલા સસરાએ પોતાના જમાઈ પાસેથી પુત્રીના છૂટાછેડા માટે 50 લાખ રૂપિયા, સુરતના વેસુમાં એક ફ્લેટ માંગ્યા ત્યારે પ્રેમલગ્ન કરીને યુવક બરાબરનો પછતાયો હતો.
શહેરના દેલાડવા ગામમાં રહેતા એક યુવાન પાસે તેના 45 લાખની માંગણી કરી છુટાછેડા આપવા તૈયાર થયેલા સસરાએ બીજા દિવસે 50 લાખ અને ફ્લેટની માંગણી કરી હતી. આટલું જ નહીં સસરાએ જમાઈના ઘરને આગ ચાંપી દીધી હતી. તેને પગલે ડીંડોલી પોલીસે આરોપી સસરાને ઘટના સ્થળેથી પકડી પાડ્યો હતો. યુવકની ફરિયાદને આધારે ડીંડોલી પોલીસે પત્ની સસરા અને સાસુ વિરોધ ગુનો નોંધ્યો છે.
વડીલોની મંજૂરીથી વર્ષ 2021માં કર્યા પ્રેમ લગ્ન
ફરિયાદના આધારે, મૂળ ભાવનગરના મહુવાના બાંભણિયા ગામનો વતની અને હાલ સુરત શહેરમાં પરિવાર સાથે રહેતો 30 વર્ષીય ગુણવંત મગનભાઈ લાડુમોર કપીશ ક્રિએશનના નામે બિલ્ડીંગ બ્યુટીફિકેશનનું કામ કરતો હતો. આજથી ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે તેના જ સમાજની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. શરૂઆતમાં મિત્રતા અને બાદ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. જેને પગલે યુવકે નિધિ રમેશભાઈ છોટાળા સાથે 19 મે 2021 ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય સારી રીતે રહ્યા, પછીથી નિધિએ કારણ વગર જ પરિવારજનો સાથે ઝઘડો કરી ગેરવર્તન કરવાનું શરૂ કર્યું.
પત્નીને લંડન મોકલવા પતિ 30 લાખ રૂપિયા આપવા તૈયાર હતો
જાણવા મળ્યું છે કે, પત્ની નિધિ અવારનવાર આપઘાત કરી પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી. ગઈ દિવાળી જ નિધિ રેલવે ટ્રેક પર આપઘાત કરવા નીકળી હતી. પરંતુ પોલીસે તેને અટકાવી પતિને જાણ કરી હતી. ત્યારબાદ સાસુ સસરા નિધિને થોડા દિવસો માટે તેના ઘરે લઈ ગયા હતા. ત્યાર પછી પણ ફરી એકવાર નિધિએ ધમકી આપી જણાવ્યું હતું કે, છૂટાછેડા લઈને યુકે જવું છે. જોકે યુવક યુવતીને 30 લાખ રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયો હતો.
જ્યારે સસરાએ વધારે રૂપિયા માંગ્યા ત્યારે યુવકે ના પાડી
લાલચુ પત્ની 30 લાખથી વધીને પતિ પાસે 50 લાખની માંગણી કરવા લાગી. આટલું જ નહીં નિધિના માતા પિતા યુવકના ઘરે આવીને ગાળાગાળી અને ઝપાઝપી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં નિધિને છૂટાછેડા આપવા સંમત થયેલા યુવકે 45 લાખ રૂપિયા આપવાનું કહી બધા સંમત થયા હતા. બીજા જ દિવસે સસરા રમેશભાઈએ પલટી મારીને યુવક પાસેથી 50 લાખ રૂપિયા અને વેસુમાં 2BHK ફ્લેટની માંગણી કરી હતી. સસરા રમેશભાઈની વાત સાંભળતા જ યુવકે ચોખ્ખી ના પાડી દીધી હતી.
[web_stories_embed url=”https://trishulnews.com/web-stories/father-in-law-burnt-son-in-laws-home-for-money/” title=”સુરતમાં પ્રેમ લગ્ન કરીને બરાબરનો પછતાયો યુવક, સસરાએ જ 50 લાખ રોકડા, વેસુમાં 2BHK ફ્લેટ માંગી જમાઈના ઘરને ચાંપી આગ” poster=”https://trishulnews.com/wp-content/uploads/2023/06/cropped-સુરતના-આ-યુવકને-પ્રેમલગ્ન-કરવાની-મોટી-કિમત-ચૂકવવી-પડી.jpg” width=”360″ height=”600″ align=”none”]
યુવકની ના સાંભળતા જ સસરા એ જમાઈના ઘરને આગ ચાંપી દીધી
સસરા રમેશભાઈ ધમકી આપી હતી કે, ‘તારા પરિવારને બચાવી શકે તો બચાવી લેજે, હું આવું છું’ યુવકની ગેરહાજરીમાં સસરાએ તેના ઘરમાં આગ ચાંપી દીધી હતી. જ્યારે યુવક ઘરે પહોંચ્યો ત્યારે આખું ઘર બળી રહ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા. યુવકે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્થળે આવેલી પોલીસે સસરા રમેશભાઈને ઘટના સ્થળે ઝડપી પાડ્યા હતા, જ્યારે પત્ની નિધિ પોલીસને જોતા જ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.