ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ. 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમાચાર મળી આવ્યા છે કે, વડોદરા (Vadodara)ના ગોત્રી(Gotri) ગામમાં જૂની પોસ્ટ ઓફિસ(Post Office) પાસે રહેતા અને ચપ્પલ વેચવાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના હર્ષિલ અગ્રવાલે ધોરણ 12 કોમર્સમાં 95.13 પર્સેન્ટાઇલ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. એ જાણીને તમને નવાઈ લાગશે કે હર્ષિલને ધોરણ 10માં માત્ર 57 ટકા આવેલા હતા. આ પછી તેણે ધોરણ 12 કોમર્સમાં સતત 8 કલાક મહેનત કરીને હર્ષિલ પોતાનું અને પોતાનું અને માતા-પિતાનું CA બનવાનું સપના સાકાર કરશે.
ધો-10માં ઓછા ટકા આવતા નાસીપાસ થયો:
મળતી માહિતી અનુસાર, હર્ષિલ ગોત્રી વિસ્તારની શ્રી વિદ્યામંદિર વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. ગોત્રી ગામમાં રહેતા હર્ષિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, મારા કાકાના પુત્ર દિપેશ CAનો અભ્યાસ કરી રહ્યો છે. મારે પણ CAનો અભ્યાસ કરવો હતો. ધોરણ 10માં 57 ટકા આવતા હું નાસીપાસ થઇ ગયો હતો. મારા માતા-પિતા પણ દુઃખી થયા હતા. પરંતુ, મારા મોટાભાઈ દિપેશે મને ધોરણ 12માં વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન આપતા મેં રોજ 8 કલાક અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું હતું અને આજે મને મારી મહેનતનું અપેક્ષા મુજબનું ફળ મળ્યું છે.
પિતા 3 પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવવા ચપ્પલની લારી ચલાવે છે:
હર્ષિલના પિતા સતિષભાઈ અગ્રવાલ વિવિધ વિસ્તારોમાં ફરી લારીમાં ચપ્પલ વેચવાનું કામ કરે છે. તેમજ ગોત્રીગામમાં એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહે છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સાથે 3 પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવા માટે મહેનત કરી રહ્યા છે.
પુત્રના સારા પરિણામથી પિતા ખુશ:
હર્ષિલના પિતા સતિષભાઈ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આજે મારા પુત્રએ CA બનવા માટે જે મહેનત કરી પરિણામ મેળવ્યુ છે. તેનાથી હું બહુ ખુશ છું. ધોરણ 10માં જ્યારે તેના ઓછા ટકા આવ્યા હતા. ત્યારે હું ખૂબ દુઃખી થયો હતો, ત્યારે મેં મારા પુત્રને આશ્વાસન આપ્યું હતું કે, ધોરણ 12માં વધુ મહેનત કરી તારા મોટાભાઈની જેમ તું પણ CA બની શકે છે. આગામી સોમવારે મારા નાના પુત્ર જયદીપનું ધોરણ 10નું પરિણામ છે અને તે પણ સારા ટકાએ પાસ થશે એવી મને સંપૂર્ણ આશા છે. મારી ઇચ્છા એવી છે કે, મારા ત્રણેય પુત્રો CA બને એથી વધારે મારૂં સંયુક્ત પરિવાર CA તરીકે ઓળખાય તેવી મારી ઈચ્છા છે અને મારું સપનું પણ છે. આ રીતે હર્ષિલના પિતાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
માતા કહે છે કે, પુત્ર CA બનીને અમારી ઈચ્છા પૂરી કરશે:
હર્ષિલની માતા શીતલબેને જણાવ્યું હતું કે, આજે મારી જિંદગીની ખુશીનો શ્રેષ્ઠ દિવસ છે. મને મા તરીકે મારા પુત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે CA બનીને અમારી અને અમારા પરિવારની ઈચ્છા પૂરી કરશે. મારા બે નાના પુત્રો જયદીપ અને આયુષ પણ CA બનીને અમારી અને અમારા પરિવારની ઈચ્છા પૂરી કરશે, એવી મને એક માતા તરીકે સંપૂર્ણ ખાતરી છે. હર્ષિલના પરિણામને કારણે તેના સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “ચપ્પલ વેચનાર પિતાના દીકરાએ પરિણામમાં વગાડ્યો ડંકો: 95.13 પર્સેન્ટાઇલ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું”