Banaskantha News: બનાસકાંઠા (Banaskantha) જીલ્લાના દિયોદર (Diyodar) તાલુકાના લુદરા (Ludara) ગામમાં એક યુવકને જનમથી જ એક કિડની હતી. ત્યારે પથરીની બીમારી થતાં કાર્યરત એક કિડની પણ ફેલ થઇ જવાને કારણે યુવકના પિતાએ એક કિડની (Kidney donation) આપી દીકરાને નવ જીવન બક્ષ્યું હતું.
મહત્વનું છે કે, દિયોદર તાલુકાના લુદરા ગામે રહેતા મફાભાઈ પસાભાઈ દેસાઈ ખેતી અને પશુપાલનના વ્યવસાય કરી રહ્યા છે. ત્યારે તેમને સંતાનમાં બે દીકરી અને બે દીકરા છે. જેમાં 28 વર્ષના મોટા દીકરા સાગરભાઇ દેસાઈ શિક્ષક તરીકે સુઈગામ તાલુકાના નવાપુરા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, જેવો એક જ કિડની સાથે જન્મ્યા હતા. જ્યારે એક કિડનીના સહારે જીવન પસાર કરી રહેલા સાગરભાઇ દેસાઈને થોડાક વર્ષ પહેલા પથરીની બીમારી થતાં સમય જતા કાર્યરત એક કિડની પણ ફેલ થઇ ગઈ હતી અને પરિવારજનો ખુબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદ જાયડસ હોસ્પિટલમાં આ અંગે સારવાર અર્થે જતા પરિવારમાંથી અથવા કોઇ કિડની મળે તો કિડની સેટ કરાવવાનું તબીબો દ્વારા સલાહ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ત્યારે પુત્રને નવજીવન બક્ષવા ખુદ તેના પિતાએ એક કિડની દાન કરવાની તૈયારીઓ દર્શાવી હતી. આ અંગે યોગ્ય રિપોર્ટ ચકાસણી થયા પછી પિતાની કિડની મેચ થતા તબીબોએ ત્રણેક દિવસ પહેલા ઓપરેશન કરી કિડની ટ્રાન્સપોર્ટેશન કરવામાં અવી છે. હોસ્પિટલમાં ઓપરેશન પછી પિતા અને પુત્ર બંનેની તબિયત સારી છે તેવું પરિવારજનોએ જણાવતા કહ્યું છે તેમજ તબીબોના જણાવ્યા મુજબ, આગામી બે-ત્રણ મહિનામાં સાગરભાઇ દેસાઈ સારા થઇ પોતાનું રાબેતા મુજબ જીવનજીવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.