અમદાવાદ રોડ પર કારમાં અચાનક ફાટી નીકળી આગ- અંદર બેઠેલા 5 લોકો…

ગુજરાત(Gujarat): ગાંધીનગરના દહેગામ(Dahegam) ખાતે અમદાવાદ રોડ(Ahmedabad Road) પર આશીર્વાદ હોસ્પિટલ(Ashirwad Hospital)ની નજીકથી જઈ રહેલી એક કારમાં અચાનક આગ(Car fire) લાગવાના કારણે ભડભડ સળગી ઉઠી હતી પરંતુ સદનસીબે તેમાં બેસેલા 5 લોકો સમયસૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી જવાને કારણે તેઓનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ રોડ પર વડોદરાના પાટીયા નજીક ફેક્ટરી ધરાવતા અને નાંદોલ ફાર્મ પાસે રહેતા વિપુલભાઈ ગોરધનભાઈ પટેલ અને તેમનો પરિવાર કોઈ કામ માટે ઝેન એસ્ટેલો કાર લઈ ફેક્ટરી પર આવ્યા હતા.

ફેક્ટરીથી કામ પતાવી પરત ફરી રહ્યા હતા તે સમય દરમિયાન આશીર્વાદ હોસ્પિટલ પાસે અચાનક કારની આગળનો ભાગ ભડભડ સળગવા લાગ્યો હતો. જેને કારણે વિપુલભાઈ પોતાના પરિવારજનો સાથે સમય સુચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને ત્યાર પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

વિકરાળ આગ ફાટી નીકળવાને કારણે ગાડી ભડભડ સળગી રહી હતી આ ઘટના અંગે ની જાણ દહેગામ નગર પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *