2 એપ્રિલ 2022: સોનાના ભાવમાં વધારો તો ચાંદીના ભાવમાં થયો ઘટાડો -જાણો આજની નવીનતમ કિંમત

જો તમે પણ લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા સોનું અથવા સોનાના દાગીના (Gold jewelry)ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આ…

જો તમે પણ લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા સોનું અથવા સોનાના દાગીના (Gold jewelry)ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આ કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સોનાના ભાવ(The price of gold)માં થોડો વધારો થયો હતો જ્યારે ચાંદી સસ્તી થઈ હતી. ગુરુવારે અગાઉના ટ્રેડિંગ દિવસની સરખામણીએ શુક્રવારે સોનું 154 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું હતું. જ્યારે ચાંદીમાં 101 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો હતો. વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા 38 દિવસના યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ક્રૂડ ઓઈલની કિંમતમાં અસ્થિરતા વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં અસ્થિરતાનો માહોલ છે અને સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

શુક્રવારે સોનું 154 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું અને 51,638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ પહેલા ગુરુવારે સોનું 51,484 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદી 101 રૂપિયા સસ્તી થઈને 66,889 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા ગુરુવારે ચાંદી 66,990 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી.

ગુજરતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોનાની અને ચાંદીની કિંમત:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,815, 8 ગ્રામનાં ₹38,520, 10 ગ્રામનાં ₹48,150, 100 ગ્રામનાં  4,81,500 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,252, 8 ગ્રામનાં ₹42,016, 10 ગ્રામનાં ₹52,520, 100 ગ્રામનાં 5,25,200 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.80, 8 ગ્રામનાં ₹534.40, 10 ગ્રામનાં ₹ 668, 100 ગ્રામનાં ₹6,680, 1 કિલોનાં 66,800 રૂપિયા નોંધાયા છે.

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,815, 8 ગ્રામનાં ₹38,520, 10 ગ્રામનાં ₹48,150, 100 ગ્રામનાં  4,81,500 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,252, 8 ગ્રામનાં ₹42,016, 10 ગ્રામનાં ₹52,520, 100 ગ્રામનાં 5,25,200 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.80, 8 ગ્રામનાં ₹534.40, 10 ગ્રામનાં ₹ 668, 100 ગ્રામનાં ₹6,680, 1 કિલોનાં 66,800 રૂપિયા નોંધાયા છે.

વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,819, 8 ગ્રામનાં ₹38,552, 10 ગ્રામનાં ₹ 48,190, 100 ગ્રામનાં 4,81,900 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,256, 8 ગ્રામનાં ₹42,048, 10 ગ્રામનાં ₹52,560, 100 ગ્રામનાં 5,25,600 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.80, 8 ગ્રામનાં ₹534.40, 10 ગ્રામનાં ₹ 668, 100 ગ્રામનાં ₹6,680, 1 કિલોનાં 66,800 રૂપિયા નોંધાયા છે.

14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવ: 
શુક્રવારે 24 કેરેટ સોનું 154 રૂપિયા વધીને 51,638 રૂપિયા થયું હતું. 23 કેરેટ સોનું 51,431 રૂપિયાથી 153 મોંઘુ
22 કેરેટ સોનું 141 રૂપિયા 47,300 મોંઘુ થયું હતું, 18 કેરેટ સોનું 116 રૂપિયા અને 38,729 રૂપિયા મોંઘુ થયું છે, 14 કેરેટનું સોનું રૂ. 90 મોંઘું થયું અને રૂ. 30,208 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

સોનું 4,562 અને ચાંદી 13,091 અત્યાર સુધીના ઉચ્ચ સ્તરેથી સસ્તી થઈ રહી છે: 
આટલો વધારો થયો હોવા છતાં, બુધવારે સોનું તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં 4562 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું વેચાઈ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. તે દરમિયાન સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તેમજ ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 13,091 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે.

મિસ્ડ કોલ આપીને જાણો સોનાની નવીનતમ કિંમત: 
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. ટુંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સાથે, વારંવાર અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે: 
તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ આ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે. તેથી, મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ જ્વેલરી બનાવવામાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *