થોડાં દિવસ પહેલા એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક 10 વર્ષનો બાળક ફૂટપાથ પર કૂતરાની સાથે સૂતો જોવા મળી રહ્યો હતો. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે પોલીસે બાળક વિશે માહિતી એકઠી કરી જેમાં એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. બાળકનું નામ અંકિત છે. તેના પિતા જેલમાં છે. માતા તેને બે વર્ષ પહેલાં છોડીને ક્યાંક ગઈ હતી. અંકિત ફુગ્ગાઓ વેચીને અથવા ચાની દુકાનમાં કામ કરીને જીવન જીવે છે. હવે તેનો ડોગી ‘ડેની’ તેનો એકમાત્ર ટેકો છે.
ખુબ જ ઠંડીમાં પોતાના ડોગી ડેનીને ચાદરમાં લઈને ફૂટપાથ પર સુતેલાં આ અંકિતનો ફોટો વાઈરલ થયો હતો. જિલ્લા વહીવટીતંત્રે બાળક વિશેની સત્યતા જાણવા માટે વચન આપ્યું હતું. અને પોલીસે સોમવારે બાળકને શોધી કાઢ્યું હતું. અંકિત દરરોજ રાત્રે શિવ ચોકના ફુટપાથ પર સૂતો હોય છે.
તે સવારે ઉઠે છે અને કેટલીક વાર ચાની દુકાન પર કપ પ્લેટો સાફ કરે છે તો ક્યારેક ઠંડી રાત્રે ફુગ્ગાઓ અને રમકડાં વેચીને પોતાને અને તેના સાથી કૂતરા ડેનીને ખવડાવે છે. રાત્રે આ બાળક પેવમેન્ટને પોતાનો પલંગ બનાવીને ચાદરમાં ઠંડીથી બચવાનો પ્રયાસ કરે છે. અંકિતનો સાથી ડેની પણ તે જ ચાદરમાં તેની સાથે સૂઈ જાય છે.
ઘણા દિવસો પહેલા લીધેલ બાળકની આ તસવીર વાયરલ થયા પછી જિલ્લાના એસએસપી અભિષેક યાદવે બાળકને શોધવા માટે પોલીસ ટીમ ગોઠવી હતી. ત્યારે પોલીસને તે શહેરમાંથી મળી આવ્યો હતો. હવે બાળક બાળ અને મહિલા કલ્યાણ વિભાગની દેખરેખ હેઠળ છે, જ્યાં તેની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ સારા શિક્ષણની વ્યવસ્થા કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle