પતિ નોકરીએ જાય એ સાથે જ સસરો કરતો દીકરાની વહુના ચેનચાળા- હદ તો ત્યારે થઇ જયારે..

Published on: 2:47 pm, Thu, 9 September 21

અમદાવાદ શહેરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના સસરા વિરુદ્ધમાં આક્ષેપ કરતા કહ્યું છે કે, તેના પતિની ગેરહાજરીમાં સસરા તેની સાથે શારીરિક અડપલા કરે છે અને સાથે પરિણીતાએ સાસરિયાં સામે દહેજને લઈને ત્રાસ આપતા હોવાનાં આક્ષેપો પણ કર્યા છે.

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ વર્ષ 2018માં નિકોલના એક યુવક સાથે લવ મેરેજ કર્યા હતા અને લગ્નના કેટલાક દિવસ સુધી તેના સાસરિયાંએ તેને ખુબ જ સારી રીતે રાખી હતી. બાદમાં ઘરના સભ્યોએ દહેજને લઈનેને તેને ત્રાસ આપવાનુ શરૂ કરી દીધું હતું.

એટલું જ નહિ પરંતુ આ પરિણીતાનો આરોપ છે કે, જ્યારે તેના પતિ નોકરી ચાલ્યા જાય ત્યારબાદ તેના સસરા સાસુની હાજરીમાં તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. જોકે આ બાબતની જાણકારી પરિણીતાએ તેના પતિને કહેતા તેના પતિએ તેને અને સાથે તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને આ વાતની જાણ અન્ય કોઈને નહિ કરવાનું પણ કીધું હતું.

પરિણીતા એ કટકે કટકે એક લાખ રૂપિયા તેના પતિને આપ્યા હોવા છતાં દહેજ પેટે તેઓ દસ લાખ રૂપિયાની માંગણી કરીને માનસિક ત્રાસ આપતા હતા અને એક દિવસ પરિણીત મહિલાના પતિએ તેના માતા પિતાની હાજરીમાં પરિણીતાનું માથું દીવાલ સાથે પછાડીને રૂપિયાની માંગણી કરી હતી અને તેમને ઘરમાંથી કાઢી મૂકી હતી.

પરિણીત મહિલાનો પતિ ચારિત્ર્ય પર પણ શંકા કરી રહ્યો હોવાનો આક્ષેપ પરિણીતા દ્વારા લગાવવામાં આવ્યો છે. જોકે પરિણીત મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડાની અરજી પણ કરી છે. જે અરજી હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે આ બાબતની ફરિયાદ પરિણીતાએ વાસણા પોલીસમાં નોંધાવતા ફરિયાદના આધારે પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારના સમયમાં પણ દહેજનું દુષણ હજુ પણ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, દહેજ ભૂખ્યા સાસરીના સભ્યો પરિણીત મહિલા ઉપર અત્યાચારની તમામ હદો વટાવતા હોય છે. સાસરીના લોકો પરિણીત મહિલાને એ હદ સુધી ત્રાસ આપતા હોય છે કે, અંતે તો તેને પોલીસ સ્ટેશનનો જ સહારો લેવો પડે છે અથવા તો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરીને પોતાના જીવનનો દુઃખદ અંત લાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.