છેલ્લા 45 દિવસથી વધુ દિવસોથી દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજ્બુર છે. લોકો માનસિક તણાવ પણ અનુભવી રહ્યા છે. ગુજરાત ભરમાં ક્રાઈમ રેટ પણ ઓછો જણાઈ રહ્યો છે પણ સુરતમાં એક કળિયુગી બાપ એ જે કરતુત કરી છે તેના લીધે એક બાળકીએ જીવ ખોવો પડ્યો છે.
સુરતમાં ઉર્વેશ શેખ નામના વ્યક્તિએ પોતાની આઠ મહિનાની બાળકીને ઊંઘમાં ખલેલ પહોંચાડવા બદલ પછાડી પછાડીને મારી નાખી છે. આ ઘટનામાંમાં પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે. કોરોનાને પગલે લૉકડાઉન ચાલી રહ્યું છે. સતત લૉકડાઉનને પગલે અનેક લોકોના ધંધા-રોજગાર બંધ છે. બીજી તરફ લોકોની માનસિકતા અને સ્વભાવ પર સતત ઘરે રહીને ચીડિયો થઈ ગયો છે. લોકો નાની નાની વાતોમાં ઝઘડો કરવા લાગ્યા છે.
એક પિતાએ પોતાની આઠ મહિનાની દીકરીની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર સુરતના સલાબતપુરા વિસ્તાર આવેલી રેશમ વાડ ખાતે રહેતા ઉર્વેશ શેખ આજે પોતાના ઘરમાં સૂતેલો હતો. આ સમયે તેની 8 માસની દીકરી અચાનક રડવા લાગી હતી. આથી ઉર્વેશ શેખની ઊંઘમાં ખલેલ પડી હતી. જે બાદમં તે ઉશ્કેરાય ગયો હતો અને આવેશમાં આવીને તેની દીકરીને જમીન પર પટકી હતી. ઉર્વેશે તેની દીકીરને અનેક વખત જમીન પર પટકી હતી. જેના કારણે બાળકીનું મોત થઈ ગયું હતું.
પોલીસે હત્યારા પિતા વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે અને આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news