Father kills His Daughter in Surat: સુરત (Surat) જિલ્લાના કડોદરા (Kadodara)માંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો 18મી મેના રોજ એક પિતાએ (Father killed his daughter) જ પોતાની જુવાનજોધ દીકરીની હત્યા (Murder in Kadodara) કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ધાબા પર નહીં પરંતુ ઘરમાં સૂવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા (Husband-wife quarrels)નો કરૂણ અંજામમાં જુવાનજોધ દીકરીને પિતાએ જ મોતને ઘાટ ઉતારી હતી. ઘરમાં ઊંઘવા ઈચ્છતા શેતાને પોતાની દીકરી પર મટન કાપવાના છરાથી તૂટી પડ્યો હતો અને ઉપરાછાપરી 25થી વધુ ઘા ઝિંકીને દર્દનાક રીતે મોતને ઘાટ ઉતારી હતી. દીકરીને બચાવવા માટે તેની વચ્ચે પત્ની છોડાવવા આવે છે તો તેના પર પણ હુમલો કરી દે છે.
શૈતાની બાપ કાળ બનીને આવ્યો અને દીકરી પર મટન કાપવાના છરાથી 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી- જુઓ LIVE CCTV#કડોદરા #Kadodara #gujarat #kadodara_murder #surat #surat_murder #BreakingNews #news #video #trishulnews pic.twitter.com/EaX2UKfVbl
— Trishul News (@TrishulNews) May 21, 2023
મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં કડોદરા સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સુવા જેવી સામાન્ય બાબતે પત્ની રેખાદેવી સાથે 18મી મેના રોજ ઝઘડો કર્યો હતો અને આ ઝઘડો ઉગ્ર બનતા છરા વડે રામાનુજે પત્ની પર ઘાતકી હુમલો કરવા જતાં બચાવવા પડેલી 19 વર્ષીય પુત્રી ચંદાકુમારીને છરા વડે 25થી વધુ ઘા ઝીંકી હત્યા કરી હતી.
મહત્વનું છે કે, કડોદરા પોલીસે ચપ્પુ લઈ ફરાર રામાનુજને જોળવાથી કડોદરા બાજુ જતાં રોડ પરથી જ ઝડપી લીધો હતો અને તેની પાસેથી પોલીસે છરો કબ્જે કર્યો હતો. આ તપાસ દરમિયાન બિલ્ડિંગમાં સીસીટીવી ફૂટેજ કબ્જે લીધા છે. જે ફૂટેજમાં દર્દનાક હત્યાના દ્રશ્યો કાળજું કંપાવી દે તેવા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કડોદરામાં સત્યમનગર વિસ્તારમાં 42 વર્ષીય રામાનુજ શાહુ, 40 વર્ષીય પત્ની રેખાદેવી, 19 વર્ષીય દીકરી ચંદાકુમારી અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. વાત કરવામાં આવે તો મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરીકામ કરતો હતો.
રાત્રે ધાબા પર પત્ની સાથે સૂવા જેવી નાનકડી બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના લીધે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી ઘાતકી હુમલો કરી દીધો હતો.
વધુમાં જણાવી દઈએ કે, રામાનુજે છરાથી હુમલો કરતાં પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યાર પછી તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ હેવાન બાપે હુમલો કર્યો હતો., જેમાં ત્રણે દીકરાઓને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે પિતાના હાથમાં દીકરી આવી જતાં તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના છરાથી 25 જેટલા ઘા મારી મોતને ઘટ ઉતારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.