માતા બાંગ્લાદેશી અને પિતા પાકિસ્તાની… આ ખાસ કારણે બાળકનું નામ પાડી દીધું ‘ભારત’ -જાણી તમે પણ ખખડી પડશો

આજે આપણે એક બાળકના નામકરણની અનોખી ઘટના વિષે જાણીશું. બાળકના પિતા પાકિસ્તાની છે અને તેની માતા બાંગ્લાદેશી છે. આ દંપતીએ તેમના દીકરાનું નામ ‘ભારત’ રાખવાનું નક્કી કર્યું છે. તમને પણ આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગ્યું હશે. પરંતુ પુત્રનું નામ ‘ભારત’ રાખવા પાછળનું કારણ ખુબજ રમુજી છે. દંપતીએ નામકરણની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ફેમસ નશીદ ગાયક ઉમર ઈશાએ તેમની પત્ની અને પુત્ર સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે પુત્ર બંનેની વચ્ચે સૂતો છે. તેણે પોસ્ટ કરીને લખ્યું છે કે, તેમનો દીકરા ઇબ્રાહિસને ઇબ્રાહિસ નાન પણથી જ દંપતીની વચ્ચે આવીને સુતો હતો.

તે મોટો થયો ત્યારે પણ બંનેની વચ્ચે જ સુતો હતો, બાળકને વચ્ચે સુવાની આદત પડી ગઈ હતી. ફોટોમાં ઇબ્રાહિસ દંપતીની વચ્ચે જ સૂતો જોવા મળે છે. ઇબ્રાહિસના પિતાએ કહ્યું કે, હું પાકિસ્તાની મૂળનો છું અને મારી પત્ની બાંગ્લાદેશી મૂળની છે અને ઈબ્રાહિમ અમારી વચ્ચે સુવે છે. તેથી અમે ઈબ્રાહિમને નવું નામ આપ્યું છે. અમે ઈબ્રાહિમને ભારત કહીએ છીએ કારણ કે તે પાકિસ્તાની અને બાંગ્લાદેશી માતાપિતા વચ્ચે છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે પોતાની પુત્રીનું નામ ‘ભારત’ રાખ્યું છે. તેની પત્ની મેલાનિયાએ વર્ષ 2015માં મુંબઈની સાંતાક્રુઝ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. એક અખબાર સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘મેં અહીં ઘણો સમય વિતાવ્યો છે. મને ભારતની સંસ્કૃતિ, વારસો અને પરંપરાનું મિશ્રણ ગમે છે. તે ખૂબ જ આધ્યાત્મિક દેશ છે અને આગળની વિચારસરણી ધરાવતો દેશ છે. મને આ સંયોજન ગમે છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે તેમની પત્નીનું નામ ‘ભારત’ રાખ્યું છે. જોન્ટીની પત્ની મેલાનિયાએ વર્ષ 2015માં મુંબઈની સાંતાક્રુઝ હોસ્પિટલમાં એક પુત્રીને જન્મ આપ્યો હતો. મળેલી માહિતી અનુસાર જોન્ટીની પત્નીએ ભારત દેશમાં ઘણો સમય વિતાવ્યો છે અને તેને ભારતની સંસ્કૃતિ, વારસો અને પરંપરાનું મિશ્રણ ખુબજ ગમે છે. તેને એમ પણ કહ્યું કે, ભારત ખૂબ જ આધ્યાત્મિક અને આગળની વિચારસરણી ધરાવતો દેશ છે. અને તેને એ સંયોજન ગમે છે તેથી તેની પુરીનું નામ ભારત રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *