સુરત નજીક હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, પિતા પુત્રના બંનેના મોત

હાલમાં દિવાળીના તહેવારોની રજામાં લોકો અલગ-અલગ જગ્યા પર ફરવા જતા હોય છે. આ દરમ્યાન અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર નંદાવ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે વ્યક્તિોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. મુંબઈથી મોટો પુત્રને મળીને નાના પુત્ર સાથે રાજસ્થાન પરત ફરી રહેલા પિતાની કાર માંગરોળ તાલુકાના ધામરોડ ગામ પાસે ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

કાર ડિવાઈડર કુદી સામે જતી રહી
સુરત નજીક આવેલ કોસંબાના નંદાવ પાટીયા પાસે સવારના નવ વાગ્યા આસપાસ હ્યુન્ડાઈ કંપનીની આઈ-20 કાર(આર જે 01 સીસી 7240) મુંબઈથી રાજસ્થાન તરફ જતી હતી. એ દરમિયાન કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ફૂલ સ્પીડમાં દોડતી કાર ડિવાઈડર કુદાવીને રોડની સામેની સાઈડ જતી રહી હતી. બાદમાં સામેથી આવતાં ટ્રક(એમએચ 13 વાય 7778) સાથે ધકાડાભેર અથડાતા ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો.

રાજસ્થાનના અજમેરમાં રહેતા 60 વર્ષીય રાજેશભાઈ ધરમપાલસિંહ ચૌધરી અને તેમના 25 વર્ષીય પુત્ર અક્ષાંસ રાજેશભાઈ ચૌધરી દીવાળીની રજામાં મુંબઈ ખાતે રહેતા તેમના મોટા પુત્રને ત્યાં ગયા હતાં. ત્યાંથી અજમેર પરત ફરી રહ્યા હતાં ત્યારે ગુરુવાર વહેલી સવારે અંદાજિત 8.30 વાગ્યાના સુમારે આઈ-20 કાર નં (RJ-01CC-7240) ને ચલાવી રહેલા રાજેશભાઈ ધર્મપાલ ચૌધરીએ પોતાની કાર ઉપરથી કાબૂ ગૂમાવી દેતા કાર સુરત અમદાવાદ તરફના નેશનલ હાઈવે પરથી વચ્ચ આવેલ ડિવાઈડર કૂદીને મુંબઈ તરફના હાઈવે ઉપર ચઢી ગઈ હતી. જ્યાં સામેથી આવતી ટ્રક નં (MH-43Y-7778) ટ્રક સાથે અથડાતા આઈ-20 કાર કચ્ચરઘાણ વળી ગઈ હતી. અને પિતા પુત્ર કારની અંદર જ ચકડાઈ જતાં મોત થયું હતું.

કારના પતરા કાપી મૃતદેહ બહાર કાઢ્યા
મુંબઈ તરફથી રાજસ્થાન તરફ જઈ રહેલા કાર સવાર બન્નેના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. બાદમાં કારનો કડૂસલો વળી ગયો હોવાથી કારના પતરા કાપીને બન્ને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. કારમાંથી દારૂની વાસ આવતી હોવાનું પણ સ્થાનિકોએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *