Surat News: ગુજરાત (Gujarat) ના સુરત (Surat) માંથી કાળજુ કંપાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. એક પિતાએ પોતાની જ દીકરીને છરીના 17 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર છવાઈ ગયો છે. સુરતના કડોદરા (Kadodara) માં એક પિતા દ્વારા પોતાની જ દીકરીની હત્યા થયાની ચોકાવનારી ઘટના સામે આવી છે. સુવા જેવી સાવ સામાન્ય વાતમાં થયેલા ઝઘડામાં પિતાએ દીકરી, ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના છરાથી જાનલેવા હુમલો કર્યો હતો, જે ઘટનામાં દીકરીનું દર્દનાક મોત થયું છે. એક પિતાએ પોતાની જ દીકરી કરીને છરીના 17 જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી.
માતાએ બચાવવાનો પ્રયાસ કર્યો તો…
મૂળ બિહારના અને હાલ સુરતના કડોદરાના સત્યમનગર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રામાનુજ શાહુ તેમના પરિવાર પત્ની રેખાદેવી, દીકરી ચંદાકુમારી અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાલ સાથે રહેતા હતા. રામાનુજ એક મિલમાં મજૂરીકામ કરતો હતો. ઘટનાના દિવસે, રાત્રે ધાબા પર પત્ની સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. ઝઘડો થતા દીકરી ચંદા અને ત્રણેય ભાઈઓ ઉપર દોડી આવ્યા હતા. રામાનુજને પત્નીને મારવા લાગ્યો હતો, સંતાનોએ તેમને બચાવવાના પ્રયાસ કર્યા તો પિતાએ મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો.
દીકરીને 17 જેટલા ઘા ઝીંક્યા
ઝઘડો એટલો વધી ગયો હતો કે, રામાનુજ અંધાધુન પત્ની અને સંતાનો પર છરાથી હુમલો કરવા લાગ્યો હતો. તે દરમિયાન પત્નીની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી. અસહ્ય પીડા થતાં તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ રામાનુજે હુમલો કરી દીધો હતો. જેમાં ત્રણેય દીકરાઓને ઈજા પહોંચી હતી. જોકે દીકરી ચંદા પિતાના હાથમાં આવી જતા તેણે ઉપરાઉપરી 17 જેટલા ઘા ઝીંકી દીધા હતા.
દીકરીના ચહેરાના બે ભાગ થઈ ગયા
સુવા જેવી સાવ ન નજીવી વાતમાં રામાનુજ એટલો ક્રૂર થઈ ગયો હતો કે, તે શું કરી રહ્યો છે તેનું ભાન જ ન રહ્યું… મટન કાપવાના છરા લઈને દીકરી ચંદાના હાથ અને ચહેરા પર ઘા જીકવા લાગ્યો. આ ઘટનામાં દીકરી ચંદાના ચહેરાના બે ભાગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ ચંદાનું તડપી તડપીને મોત થયું હતું. જ્યારે ત્રણ દીકરાઓ અને માતાને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને હેવાન પિતાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ચંદાના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ઘટના એટલી દર્દનાક હતી કે, સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.