નીટ(NEET)ની તૈયારી કરી રહેલા 16 વર્ષના વિદ્યાર્થી સિદ્ધાર્થે આપઘાત કરી લીધો છે. જાણવા મળ્યું છે કે, સિદ્ધાર્થ ભાડાના રૂમમાં રહેતો હતો. મકાનમાલિકે બારીમાંથી જોયું તો સિદ્ધાર્થ ફાંસીથી લટકતો હતો. સિદ્ધાર્થ 4 મહિના પહેલા જ અહીં આવ્યો હતો. અહીં આવી સિદ્ધાર્થે NEETની તૈયારી કરવા માટે ભાડે રૂમ લીધી હતી. તેના પિતા શિક્ષક છે. મકાનમાલિકે જણાવ્યું કે, સિદ્ધાર્થ દરરોજ સવારે કોચિંગ માટે જતો હતો. બપોરે 2 વાગે પરત ફરતો હતો. મકાનમાલિકની પત્નીએ શુક્રવારે બપોરે બાળકને આવતો જોયો હતો. આ પછી તે બહાર નીકળતો દેખાયો ન હતો.
મકાનમાલિકે જણાવ્યું કે, શનિવારે સાંજે લગભગ 4.30 વાગ્યે સિદ્ધાર્થના પિતાનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે, સિદ્ધાર્થ ફોન ઉપાડતો નથી. પછી હું સિદ્ધાર્થના રૂમ તરફ ગયો. દરવાજો ઘણો ખટખટાવ્યો, પણ તેણે દરવાજો ન ખોલ્યો. આ પછી રૂમની બારીમાંથી મેં જોયું ત્યારે સિદ્ધાર્થ પંખા પરના ફાસીના ફંદે ઝૂલતો હતો. આ અંગે કાઉન્સિલર યોગેશને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચતા જ રૂમનો દરવાજો તોડીને સિદ્ધાર્થની લાશને ફાંસી પરથી નીચે ઉતારવામાં આવી હતી. મૃતદેહ MBS હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીએ શા માટે આપઘાત કરી તેનું કારણ તેના પરિવારના સભ્યો આવ્યા પછી જ સ્પષ્ટ થશે. રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. મકાનમાલિકે જણાવ્યું કે તેની પાસે ત્રણ માળનું મકાન છે. સિદ્ધાર્થ સીડી પાસે બીજા માળે એક રૂમમાં રહેતો હતો.
જવાહર નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વાસુદેવે જણાવ્યું કે, બાળકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. તેણે કહ્યું કે હાલમાં રૂમ બંધ છે. પરિવારના સભ્યોના આવ્યા પછી જ રૂમની ફરી તપાસ કરવામાં આવશે. હજુ સુધી જાણી શકાયું નથી કે, સિદ્ધાર્થે આવું પગલું શા માટે ભર્યું? એવું તો શું થયું હતું કે સિદ્ધાર્થે આપઘાત કરી જીવ ટુકાવી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.