વરાછામાં અલ્પેશ અને કતારગામમાં ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે: અરવિંદ કેજરીવાલ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને આડે હવે બે દિવસો જ બાકી રહ્યા છે. એવામાં દરેક પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. ઠેર ઠેર દરેક…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને આડે હવે બે દિવસો જ બાકી રહ્યા છે. એવામાં દરેક પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. ઠેર ઠેર દરેક પક્ષો દ્વારા સભાઓ યોજવામાં આવે છે. તેમજ કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શો કરી રહ્યા છે.

મહત્વનું છે કે, બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, 92થી વધુ બેઠક જીતે છે. ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતે છે.

કેજરીવાલે બીજું શું કહ્યું:
સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ વેપારીઓને ડરાવે છે, નાનો કાર્યકર્તા ધમકી આપે છે, એક એક વેપારી આપને વોટ આપવાના છે, આપ પાર્ટી આવશે એટલે વેપારીઓને કમાવવાની તક આપશે. મોંઘવારીનો માર મહિલાઓને સહન કરવા પડે છે, વીજળીના બિલ માફને લઈ મહિલાઓનું સમર્થન છે. મહિલાઓના 1 હજાર આપવામાં આવશે. દિલ્લીમાં 7 વર્ષ થી સ્કૂલ ફી વધારવા દીધી નથી, પેપર ફૂટે છે એનાથી મુક્તિ આપવામાં આવશે, 12 કેસમાં કાર્યવાહી કરાશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *